8 વર્ષનો બાળક ચલાવી રહ્યો છે ઈ-રિક્ષા, આ પાછળની કહાની સંભાળીને હચમચી જશો..
હૈદરાબાદ : દિવ્યાંગ માતા-પિતા અને 3 ભાઈ-બહેનનું ભરણપોષણ કરવા માટે 8 વર્ષનો એક બાળક હૈદરાબાદમાં અત્યારે ઈ-રિક્ષા ચલાવી રહ્યો છે. ગયા અઠવાડિયે શરૂઆતમાં ચંદ્રાગિરી તરફથી જઈ રહેલા એક વ્યક્તિએ હાઈવે પર સ્કુલ ડ્રેસ પહેરેલા એક નાના બાળકને ઈ-રિક્ષા ચલાવતા જોયા હતા. બાળક 2 લોકોને પોતાની ઈ-રિક્ષામાં બેસાડીને જઈ રહ્યો હતો. જે જોઈને સૌ હેરાન રહી ગયા હતા.
તેને ઈ-રિક્ષાને રોકી અને તેને ઈ-રિક્ષા ચલાવતા બાળક સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન યાત્રિકો સાથે વાહન ચલાવતા જોઈને 8 વર્ષના બાળકની કહાનીએ તેને હચમચાવી દીધો હતો. ત્રીજા ધોરણમાં ભણી રહેલો ગોપાલ કૃષ્ણ પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે ઈ-રિક્ષા ચલાવી રહ્યો છે. તેના માતા અને પિતા બંને દિવ્યાંગ છે. જ્યારે ગોપાલ ત્રણ ભાઈ બહેનમાં મોટો છે.
ગોપાલ કૃષ્ણે કહ્યું કે અભ્યાસ બાદ હું મારા માતા-પિતાને ઈ-રિક્ષામાં લઈ જાઉં છું.મોટો દીકરો હોવાથી પરિવારને મદદ કરવાની જવાબદારી મારી છે.ગોપાલ કૃષ્ણના દિવ્યાંગ માતા-પિતા ચંદ્રગિરિ નગરમાં અલગ અલગ જગ્યાએ શાકભાજી અને કરિયાણાનો સામાન વેચે છે.
ગોપાલ કૃષ્ણના પિતાએ કહ્યું કે હું અને મારી પત્ની શત-પ્રતિશત દૃષ્ટિહીન છીએ,અમારે ત્રણ દીકરા છે,અમારો મોટો દીકરો અભ્યાસ પછી પૈસા કમાવામાં અમારી મદદ કરે છે.બંનેના ત્રણેય બાળકો શારીરિક રીતે તંદુરસ્ત છે અને દંપતી તેમને સારું જીવન આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે.પિતાએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમારા પેન્શનમાં વધારો કરે.
હાલમાં અમને પેન્શન તરીકે માત્ર 3,000 રૂપિયા મળે છે.જો સરકાર અમને ઘર અને અમારા બાળકોના અભ્યાસ માટે સહાય કરે તો અમે આભારી હોઈશું.ગોપાલ કૃષ્ણ તેની માતા અને પિતાને ચંદ્રગિરિ હોસ્પિટલમાં લઈ જતા હતા જ્યાં તેઓ આજીવિકા મેળવવા માટે કરિયાણા અને અન્ય વસ્તુઓ વેચતા હતા.તાજેતરમાં જ પોલીસે ગોપાલને પકડ્યો હતો અને માત્ર તેને ખાતરી આપીને વાહન છોડ્યું હતું કે તે તેને ફરીથી ચલાવશે નહીં.