જે કામ તમે હાથથી પણ નથી કરી શકતા તે કામ આ 8 વર્ષનાં નાનકડા બાળકે પગેથી કરી બતાવ્યું

તમે વિશ્વાસ નહીં કરો… જે કામ હું અને તમે હાથથી નથી કરી શકતા એ આ 8 વર્ષના નાનકડા છોકરાએ પગેથી કરી બતાવ્યું છે. આ છોકરાનું નામ અથર્વ આર ભટ્ટ છે. તે બેંગલુરુનો રહેવાસી છે. થોડા સમય પહેલા જ અથર્વ એ 2 મિનિટથી ઓછા સમયમાં એકસાથે ત્રણ Rubik cubes ને સોલ્વ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ માટે અથર્વ એ પોતાના હાથ જ નહીં પણ પગથી પણ Rubik cubes ને સોલ્વ કર્યો. આ હેરતઅંગેજ કારનામાને જોઈને તમારી જેવા ઘણા લોકો શોક્ડ છે.

આ 1 મિનિટ 45 સેકન્ડ ના વિડીયોને ‘ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ’ ના યુટ્યુબ ચેનલ દ્રારા 15 માર્ચે શેર કરવામા આવ્યો હતો. તેના કેપ્શનમાં લખ્યું હતું કે, બંને હાથથી અને બંને પગથી ત્રણ Rubik cubes સોલ્વ કર્યા. સમાચાર લખવાના સમય સુધી વીડિયોને 1 લાખથી વધુ વ્યૂઝ અને 3 હજારથી વધારે લાઈક મળી ચુકી હતી.

સૌથી ઓછો સમય (1 મિનિટ 29 સેકન્ડ) માં અથર્વ એ લગાતાર પોતાના હાથથી અને પગથી Rubik cubes સોલ્વ કર્યા. ઉલ્લેખનીય છે કે આ પહેલા મધ્ય પ્રદેશની 13 વર્ષીય તનિષ્કાએ બધાને ચોંકાવ્યા હતા. તેણે આંખો પર પટ્ટી બાંધીને Rubik cubes સોલ્વ કર્યું હતું. જો કે તમે પણ આમાથી કોઈક Rubik cubes સોલ્વ કરી શકો છો? આમ જોઈએ તો લોકો આ છોકરાઓનું ટેલેન્ટ જોઈને શરમ અનુભવી રહ્યા છે.

error: Content is protected !!