11 વર્ષની છોકરીએ કર્યા 70 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન, લગ્નના બીજા દિવસે જ થયું છોકરીનું મોત

આપણો ભારત દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી ચૂક્યો છે. આ ભારત દેશની ગણના દુનિયાના નંબર દેશોમાં કરવામાં આવે છે. બદલતા સમયની સાથે વિકાસને જોતા દરેક લોકો ખુશ છે પરંતુ કેટલીક ઘટનાઓ એવી પણ બની છે જે જાણીને હેરાન રહી જવાય છે. આ ઘટના વિશે સાંભળીને સમજી નથી શકાતું કે આ અંગે શું પ્રતિક્રિયા આપવી. ઘણી મહિલાઓ પોતાનાથી બે ગણી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે. કેટલીક મહિલા મજબૂરીમાં અથવા પરિવારના દબાણને કારણે આવું કરે છે. તો કેટલીક મહિલા અમીર બનવા અને ધન-દૌલતની ચાહતમાં આવું કરી રહી છે. આવી અનેક ઘટના અંગે તમે સાંભળ્યું હશે જેમાં એક યુવતી પોતાનાથી બેગણી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરે છે.

ખુબ જ ઓછી એવી મહિલાઓ હોય છે જેઓને વૃદ્ધ વ્યક્તિ સાથે સાચો પ્રેમ થાય. આજે અમે તમારા માટે એક આવી જ હેરાન કરી દે તેવી ઘટના લઇને આવ્યા છીએ. એક નાની ઉંમરની બાળકીના લગ્ન 70 વર્ષના એક વૃદ્ધ સાથે કરી દેવામાં આવ્યા. હવે તમે વિચારી રહ્યા હશો કે આમા નવું શું છે, તો જણાવી દઇએ કે યુવતીના જે વૃદ્ધ વ્યક્તિ સાથે લગ્ન થયા છે તેની પત્ની પણ છે અને ચોંકાવનારી વાત તો એ છે કે આ લગ્નથી કોઇને જરાય વાંધો નથી

આ યુવતીના લગ્ન મૂળ આફ્રિકાના એક વૃદ્ધ વ્યક્તિ સાથે કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવતીની મુલાકાત આ વ્યક્તિ સાથે ઓનલાઇન થઇ હતી. ઓનલાઇન જ બંનેને પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ વૃદ્ધ વ્યક્તિ યુવતી સાથે લગ્ન કરવા ભારત આવ્યો. તમને જાણીને નવાઇ લાગશે કે આ લગ્નથી યુવતીના પરિવારજનો અને વૃદ્ધની પત્નીએ કોઇ જ વાંધો ઉઠાવ્યો નહીં. બંનેના પરિવારજનોએ ખુશીખુશી લગ્ન કરાવ્યા. પત્ની તો પોતાના પતિના લગ્ન કરાવવા માટે તેની સાથે ભારત પણ આવી હતી. પરંતુ લગ્નના એક દિવસ બાદ જ યુવતીનું મોત થઇ ગયું.

હકિકતમાં યુવતી એક ગંભીર બિમારીથી પીડિત હતી. તેણે આ વાતની જાણ વૃદ્ધ વ્યક્તિને પહેલાથી જ કરી હતી. પરંતુને એક બીજા સાથે સાચો પ્રેમ થઇ ગયો હતો. યુવતીની ઇચ્છા હતી કે તે તેની સાથે લગ્ન કરે. યુવતીની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે વૃદ્ધ નાઇજીરિયાથી ભારત આવ્યો. જ્યારે આ વાતની જાણ તેની પત્નીને થઇ તો તે પણ તેની સાથે ભારત આવી ગઇ અને બંનેના લગ્ન કરાવવા રાજી થઇ ગઇ હતી. યુવતીના પરિવારજનોએ પણ તેની અંતિમ ઇચ્છાનું સન્માન કર્યું અને તેના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા. પરંતુ લગ્નના એક દિવસ પછી જ યુવતીનું મોત થઇ ગયું.

એક તરફ યુવતીના મૃત્યુથી બધા દુઃખી હતા તો બીજી બાજુ બધાને ખુશી પણ હતી કે તેઓએ યુવતીની અંતિમ ઇચ્છા પણ પૂરી કરી હતી. આ ઘટના જોઇને દરેક વ્યક્તિ એવું જ કહે છે કે દુનિયામાં હજુ પણ સાચો પ્રેમ જીવીત છે અને જો પ્રેમ સાચો હોય તો તેના માટે વ્યક્તિ કંઇ પણ કરી શકે છે.

error: Content is protected !!