લગ્ન નહોતા થતાં તો યુવકે 18 વર્ષ મોટી મહિલા સાથે કર્યા લગ્ન, 8 દિવસ બાદ આવ્યો ચોંકાવનાર વળાંક
ભારતમાં છોકરાઓની સંખ્યા સામે છોકરીઓની સંખ્યા ઓછી છે અને તેથી જ લગ્ન માટે છોકરીઓ મળતી નથી. આ તકનો લાભ લાલચુ લોકો ઉઠાવે છે. તેઓ લગ્ન માટે છોકરીઓ લાવી આપવાની વાત કરીને પૈસા પડાવતા હોય છે. હાલમાં જે બનાવ બન્યો તે ઘણો જ શોકિંગ હતો. 37 વર્ષના પુરુષના લગ્ન 55 વર્ષની મહિલા સાથે કરવામાં આવ્યા હતા.
શું છે ઘટનાઃ રાજસ્થાનના અલવરના ટહલાના કાનિયાવસ ગામમાં નકલી લગ્નનો કિસ્સો સામે આવ્યો છે. વચેટિયાઓએ સ્ટેમ્પ પર એગ્રીમેન્ટ કરીને ભરતપુરના ડિગની નજીક પાનેરીની એક 55 વર્ષીય મહિલા ગીતા સાથે કાનિયાવાસ ગામના 37 વર્ષીય પુરુષ સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના 8 દિવસ બાદ ગીતા ભાગી ગઈ હતી. આ લગ્ન 15 જૂન, 2020માં થયા હતા. 23 જૂન, 2020ના રોજ પિયર જવાનું કહીને જતી રહી છે. આ સાથે જ તે ચાર લાખની જ્વેલરી, 50 હજાર રોકડા લઈ ગઈ હતી. આ પહેલાં લગ્ન માટે 8 લાખ રૂપિયા આપ્યા હતા. એક વર્ષ જૂના આ કેસમાં 2 વચેટિયાની ધરપકડ કરવામાં આવી હતી.
ટહલના કાનયાબાસમાં રહેતા રામાવતારના પુત્ર જગદેવે પોલીસ ફરિયાદ કરી હતી. જગદેવ ગામમાં જમીનદાર છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે રામસહાય ગુર્જરનો પુત્ર શ્રીરામ તેમના ગામ કાનિયાબાસમાં જાણીતો છે. તેને ખ્યાલ હતો કે તેના લગ્ન થયા નથી અને તે લગ્ન કરવા માગે છે. આથી કુશાલગઢ માલાખેડમાં રહેતા નિહાલ સિંહ તથા પાનેરી ડિગ, ભારતમાં રહેતા નથ્થુરામની પત્ની ગીતા દેવી સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. બંનેએ ગીતાને લગ્ન માટે તૈયાર કરી હતી. 7 જૂન, 2020ના રોજ જગદેવે શ્રીરામ તથા નિહાલ સિંહને 8 લાખ રૂપિયા આપ્યા હતા.
શ્રીરામ, નિહાલ તથા ગીતા દેવી ઉપરાંત અન્ય ત્રણ-ચાર લોકો જગદેવ સાથે આવ્યા હતા. અહીંયા સ્ટેમ્પ પેપર પર બંનેએ લગ્નનો કરાર કર્યો હતો. તે દિવસે ગીતા સાથે જગદેવ આવ્યો હતો. 8 દિવસ રહ્યા બાદ 23 જૂન, 2020ના રોજ શ્રીરામ તથા નિહાલ સિંહ, ગીતાને લઈ ગયા હતા. તે ઘરમાંથી જ્વેલરી તથા 50 હજાર રૂપિયા લઈને પિયર ગઈ હતી. ત્યારબાદ તે ઘણાં દિવસો સુધી આવી નહીં. જગદેવ પાનેરી પત્નીને લેવા ગયો હતો.
જોકે, ગીતાદેવીએ સાથે આવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ વચેટિયાઓએ કહ્યું હતું કે તેઓ પૈસા પરત આપી ના શકે અને મદદ પણ કરી શકે નહીં. જગદેવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે જૂન, 2020ના રોજ પોલીસે કેસ કર્યો હતો. અંતે ત્રણ મહિના બાદ પોલીસ વચેટિયાની ધરપકડ કરી હતી અને સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે કન્હૈયાની તથા અમરસિંહની ધરપકડ કરી છે. પોલીસને અન્ય લોકોની તલાશ છે.