પતિની હાજરીમાં જ 20 વર્ષની મહિલા સાથે ચાલતી ટ્રેનમાં ગેંગરેપ પોલીસ આવી રીતે આરોપીને દબોચ્યા…

મહારાષ્ટ્ર : લખનઉ-મુંબઈ એક્સપ્રેસમાં 20 વર્ષની મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટનામાં શનિવારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર આરોપીની તપાસ ચાલુ છે.

મુંબઈમાં GRP કમિશનર કૈસર ખાલિદે જણાવ્યું હતું કે ઈગતપુરીથી પુષ્પક એક્સપ્રેસમાં 8 અસામાજિક તત્ત્વો મુસાફરી કરી રહ્યાં હતાં. તેમણે ચાલુ ટ્રેનમાં લૂંટફાટ કરી હતી અને એક મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહિલા તેના પતિ સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટના શુક્રવાર રાતની હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ કેસમાં કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. રેલવે પોલીસે જણાવ્યું હતં કે આરોપી ઔરંગાબાદ રેલવે ડિસ્ટ્રિક્ટમાં આવેલા ઈગતપુરીથી સ્લીપર કોચ નંબર ડી-2માં આવ્યા હતા. તેમણે ઈગતપુરીથી કલ્યાણ વચ્ચે લૂંટફાટ કરી હતી તેમજ એક મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું.

15-20 યાત્રી સાથે કરી લૂંટફાટ
આરોપીઓએ 15થી 20 યાત્રી સાથે લૂંટફાટ કરી છે. તેમણે યાત્રીઓ પાસેથી કેશ, મોબાઈલ અને કીમતી સામાન છીનવી લીધો છે. રેલવે પોલીસે આ કેસમાં IPC અને ભારતીય રેલવે એક્ટની કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે.

error: Content is protected !!