અક્ષય કુમાર ખાનગી પ્લેનથી લઈને મોંઘી ગાડીઓ, આટલી હજારો કરોડની સંપત્તિનો માલિક છે

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે મનોરંજન જગતમાં તે સ્થાન પોતાના દમ પર હાંસલ કર્યું છે, જેને પ્રાપ્ત કરવાનું દરેકનું સપનું હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે, શરૂઆતના દિવસોમાં અક્ષય કુમારે વેઈટર તરીકે કામ કર્યું હતું, પરંતુ આજે અક્ષય બોલીવુડનો ખેલાડી કહેવાય છે અને કરોડોની સંપત્તિનો માલિક પણ બની ગયો છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે અક્ષય કુમાર કેટલી પ્રોપર્ટી ધરાવે છે અને તે દર વર્ષે કેટલા પૈસા કમાય છે.

ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, વિશ્વની 100 સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીની યાદીમાં અક્ષય કુમાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી છે. તમને જણાવી દઈએ કે, 100 લોકોની યાદીમાં અક્ષય કુમારનું નામ 52 માં નંબરે છે. સમાચાર અનુસાર અક્ષય કુમાર કુલ 2000 કરોડની સંપત્તિના માલિક છે. એટલું જ નહીં, પણ તે દર મહિને આશરે 4 કરોડ રૂપિયા કમાય છે.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર દર વર્ષે ચારથી પાંચ ફિલ્મો કરે છે અને આ ફિલ્મોની ફી કરોડોમાં હોય છે. એવું કહેવાય છે કે અક્ષય કુમાર પણ ફિલ્મના રિલીઝ પછી જે નફો થાય છે તેમાંથી તેનો હિસ્સો લે છે.

આ સિવાય અક્ષય કુમાર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે. અક્ષય કુમાર એન્ડોર્સમેન્ટ માટે લગભગ 3 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

અક્ષય કુમાર પાસે મુંબઈના જુહુ બીચ પર 80 કરોડનો આલીશાન બંગલો છે. આ સાથે તેની પાસે 3.34 કરોડની કિંમતની રોલ્સ રોયસ ફેન્ટમ ફેન્ટમ કાર છે.આ સિવાય અક્ષય કુમાર પાસે લગભગ 260 કરોડ રૂપિયાનું જેટ છે. અક્ષય પાસે બેન્ટલી કોન્ટિનેન્ટલ ફ્લાઇંગ સ્પર પણ છે, જેની કિંમત 3.2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અક્ષય કુમાર બાઇક્સનો ખૂબ શોખીન છે અને તેની પાસે યામાહા વી મેક્સ જેવી શાનદાર બાઇક છે જેની કિંમત 25 લાખ રૂપિયા કહેવાય છે.

 

અક્ષય દેશ અને વિદેશમાં અનેક સ્થાવર મિલકતના માલિક પણ છે. તેમની પાસે ઘણી વૈભવી કારોનો સંગ્રહ છે જેમાં મર્સિડીઝ બેન્ઝ, બેન્ટલી, હોન્ડા સીઆરવી અને પોર્શ જેવી કારોનો સમાવેશ થાય છે.

વર્ષ2008 માં અક્ષય કુમારે હરિ ઓમ એન્ટરટેઇનમેન્ટ કંપનીના નામે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું હતું.

error: Content is protected !!