એરમાર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં દુર્ઘટનાની તપાસ શરૂ,જાણો કોણ છે માનવેન્દ્ર સિંહ જેમના નામે છે આ રેકોર્ડ

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે લોકસભામાં જાણકારી આપી કે હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એરમાર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. એક તરફ રક્ષામંત્રી તપાસ કોને સોંપાઈ તે અંગેની માહિતી આપી રહ્યાં હતા, તો બીજી બાજુ જે અધિકારીને આ તપાસ સોંપાઈ તેઓ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ઈન્વેસ્ટિગેશન શરૂ પણ કરી દીધું હતું. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભારતના પહેલાં CDS જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે દેશને આઘાત આપનારી આવડી મોટી ઘટનાની તપાસ જે અધિકારીને સોંપાઈ છે તે એરમાર્શલ માનવેન્દ્ર સિંહ કોણ છે અને શું છે તેની ઉપલબ્ધિ….

એરમાર્શલ માનવેન્દ્ર સિંહને 29 ડિસેમ્બર 1982નાં રોજ હેલિકોપ્ટરના પાયલટ તરીકે ભારતીય વાયુસેનામાં ફ્લાઈંગ બ્રાંચમાં સામેલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેઓને અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી. એરમાર્શલ માનવેન્દ્ર સિંહે જ આ વર્ષે 1લી ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાની દક્ષિણી વાયુ કમાનના ચીફનો કાર્યભાર સંભાળ્યો હતો. જે બાદ સપ્ટેમ્બરમાં તેઓને એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ(ટ્રેનિંગ કમાન્ડ)ની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે હવે હેલિકોપ્ટર ક્રેશની તપાસ સોંપવામાં આવી છે.

6600 કલાકનો ફ્લાઈટ રેકોર્ડ છે એરમાર્શલ માનવેન્દ્ર સિંહનો
એરમાર્શલ માનવેન્દ્ર સિંહના નામે અનેક રેકોર્ડ છે. જેમાંથી એક છે 6600 કલાકથી વધુ સમય સુધી ઉડાનનો. તો તેઓ 1 નવેમ્બર 2019નાં રોજ વાયુસેન મુખ્યાલયમાં મહાનિદેશક (નિરીક્ષણ અને સુરક્ષા)નો પદભાર સંભાળ્યો હતો. લગભગ 40 વર્ષની સેવામાં એર ઓફિસરે અનેક પ્રકારના જટિલ હેલિકોપ્ટર અને પ્રશિક્ષણ વિમાનો ઉડાવ્યા છે. તેઓએ સિયાચિન, ઉત્તર પૂર્વ ઉત્તરાખંડ, પશ્ચિમી મરુસ્થળ અને કોંગો લોકતાંત્રિક ગણતંત્ર દિવસમાં ઉડાન પણ ભરી છે.

અનેક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચુક્યા છે માનવેન્દ્ર સિંહ
એરમાર્શલ માનવેન્દ્ર સિંહ એક શાનદાર ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પણ છે. 40 વર્ષ દરમિયાન તેઓએ અનેક મહત્વપૂર્ણ પદોની જવાબદારી ભજવી છે. તેઓએ ઓપરેશનલ હેલિકોપ્ટર યુનિટના કમાન્ડિંગ ઓફિસર પણ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓએ એક અગ્રિમ હેલિકોપ્ટર સ્ટેશનના કમાન્ડર પણ બની ગયા. તેઓને અતિ વિશિષ્ટ સેવા મેડલ, વીર ચક્ર અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ક્રેશની તપાસ કેવી રીતે થશે?
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનાની તપાસ ટ્રાઈ સર્વિસ ઈન્ક્વાયરી એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વ હેઠળ થશે. સિંહ ઈન્ડિયન એર ફોર્સના ટ્રેનિંગ કમાન્ડર છે અને તે પોતે પણ હેલિકોપ્ટર પાઈલોટ છે. આ સર્ચ ટીમમાં સેનાના વરિષ્ઠ અધિકારીઓની સાથે ટેકનિકલ ટીમ પણ જોડાશે.

ટ્રાઈ સર્વિસ ઈન્ક્વાયરી શું હોય છે?
ટ્રાઈ સર્વિસ ઈન્ક્વાયરી એટલે સેનાની ત્રણેય સેવાઓ (જમીન, પાણી અને વાયુ) સંયુક્ત રીતે આ દુર્ઘટનાની તપાસ કરશે.

માનવેન્દ્ર સિંહને કેમ તપાસની જવાબદારી સોંપાઈ?
એર માર્શલ માનવેન્દ્ર સિંહને આ ગંભીર દુર્ઘટનાની તપાસની જવાબદારી સોંપવાનું મુખ્ય કારણ એ છે કે તે પોતે હેલિકોપ્ટર પાઈલોટ છે અને સિંહ પાસે 6 હજારથી પણ વધુ કલાકની ઉડાનનો અનુભવ છે. આ દરમિયાન સિયાચિન, ઉત્તર-પૂર્વ ભારત, ઉત્તરાખંડ અને પશ્ચિમી મરુસ્થલથી લઈને લાંગો સુધીના પડકારરૂપ વિસ્તારોમાં સફળતાપૂર્વક ઉડાન ભરી છે. તેમની પાસે ઈન્સપેક્શન અને સેફ્ટી સાથે જોડાયેલા વિષયોમાં કામ કરવાનો પણ સારો અનુભવ રહ્યો છે. આ જ કારણોસર માનવેન્દ્ર સિંહને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.

બ્લેક બોક્સ અને કોકપિટ વોઈસ રેકોર્ડર સૌથી મહત્ત્વપૂર્ણ
કોઈપણ વિમાન દુર્ઘટનાની તપાસમાં બ્લેક બોક્સ અને કોકપિટ વોઈસ રેકોર્ડર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આ બંનેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે તેને નુકસાન ન થાય અને ખતરનાક ક્રેશના કિસ્સામાં પણ તે સુરક્ષિત રહે.

error: Content is protected !!