મોટી ઉંમર પતિથી છૂટકારો મેળવવા યુવતીએ ઘડ્યો ખોફનાક પ્લાન, પ્રેમી સાથે મળી આપ્યો એવો અંજામ કે ભલભલા ધ્રુજી ગયા

મોટી ઉંમર પતિથી છૂટકારો મેળવવા યુવતીએ ઘડ્યો ખોફનાક પ્લાન, પ્રેમી સાથે મળી આપ્યો એવો અંજામ કે ભલભલા ધ્રુજી ગયા

એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં એક વર્ષ પહેલા પ્રેમ પ્રકરણમાં એક વ્યક્તિની હત્યા કરવાના આરોપમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી લીધા છે. મૃતકની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી અમરત રબારી નામના વ્યક્તિએ સોપારી આપીને મૃતક પ્રમોદભાઈની હત્યા કરાવી દીધી હતી. અમરતની અગાઉ ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે આ બાદથી બંને હત્યારા ફરાર હતા.

એક વર્ષથી ફરાર આરોપીઓ બાતમીના આધારે ઝડપાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એક વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીઓ સુરેશ ઉર્ફે સૂર્યો અને કમલેશ ઉર્ફે કમોને પકડવા માટેના પ્રયાસો ચાલુ હતા. જે દરમિયાન તેમને નરોડા-નાના ચિલોડા રોડ પર બંને આરોપીઓ હોવાની બાતમી મળી હતી. આથી બંનેને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્રેમિકાના પતિ પ્રેમ સંબંધમાં વચ્ચે આવતો
​​​​​​​જેમાં પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે અગાઉ પકડાયેલા આરોપી અમરત રબારી સાથે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. અમરત અને મૃતક પ્રમોદ પટેલની પત્ની કિંજલ વચ્ચે પ્રેમ સંબંધ હતા, પરંતુ તેમના સંબંધમાં પ્રમોદભાઈ આવતા અમરતે તેમને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. મૃતક પ્રમોદભાની 46 વર્ષ ઉંમર હતી ત્યારે પત્ની કિંજલની 27 વર્ષની હોવાથી બંને અવાર નવાર ઝધડો થતો. પ્રમોદભાઈએ કિંજલ પટેલ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. કિંજલને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢબાલ ગામના અમરત ગોબર દેસાઈ (ઉ.વ 31)સાથે પ્રેમ સંબંધ હતી. આ પ્રકારણને લઇ પતિ પત્ની વચ્ચે તકરાર થતી હતી. કિજલને અમરત સાથે રહેવા પ્રેમી અમરતને પતિનો કાંટો કાઢવા કહ્યું હતું.

કેવી રીતે કરી હત્યા?
અમદાવાદના એસ.જી હાઇવે પાસે અંદાજ પાર્ટી પ્લોટથી મહોમદપુરા ગામ જવાના રસ્તે 3 સપ્ટેમ્બર 2020ના રોજ અમતરે ગાડી લઈને બાવળની ઝાડી પાસે પાર્ક કરી પ્રમોદની રાહ જોતો હતો. રાત્રે પ્રમોદ સ્કૂટર લઈને ફાર્મહાઉસ તરફથી આવતા અમરતે તેને રોક્યો અને કમલેશ અને સુરેશ તેના પર સળિયો અને છરી લઈને તૂટી પડ્યા હતા. આ બાદ અમરત રબારીએ બંને સાથે મળી મૃતકને ઘસડીને બાજુની ઝાડીમાં ફેંકી દીધો હતો. અને ત્રણેય જણા ગાડીમાં બેસીને હિંમતનગર ફરાર થઈ ગયા હતા, અમરતે આ કામ માટે બંને આરોપીઓને 23 હજાર રૂપિયા પણ ચૂકવ્યા હતા.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *