IPLમાં બે નવી ટીમ અમદાવાદ અને લખનઉ હશે, જાણો કોનો અને કેટલાં માં ખરીદી…
T-20 વર્લ્ડ કપના ઉત્સવ વચ્ચે ફરીથી IPLની એન્ટ્રી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે તે IPLમાં આજે નવી ટીમની જાહેરાત થવા જઈ રહી છે. આની સાથે જ 2022થી 2 નવી ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવા જઈ રહી છે. આની પહેલાની વાત કરીએ તો 2011માં આયોજિત IPLની ત્રીજી સિઝનમાં 10 ટીમે ભાગ લીધો હતો. એ સમયે કોચી ટસ્કર કેરલા અને પુણે વોરિયર્સ નામની ફ્રેન્ચાઈઝી જોડાઈ હતી. તેવામાં હવે બે નવી ટીમો કયા શહેરની હશે અને તેના માલિક કોણ હશે એ આજે નક્કી થશે.
IPL 2022ની 2 નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલની આગામી સીઝનથી અમદાવાદ અને લખનૌની ટીમો પણ મેદાનમાં ઉતરશે. અમદાવાદની ટીમને સીવીસી કેપિટલ ગ્રૂપે ખરીદ્યું છે, જ્યારે લખનૌને આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપે ખરીદ્યું છે.આરપી-સંજીવ ગોએન્કા ગ્રૂપે લખનૌ ફ્રેન્ચાઇઝીને રૂ. 7,090 કરોડમાં ખરીદી હતી, જ્યારે સીવીસી કેપિટલે અમદાવાદની ટીમને રૂ. 5,600 કરોડમાં ખરીદી હતી.
અદાણી ગ્રૂપ, ટોરેન્ટ અને માન્ચેસ્ટર યુનાઈટેડએ પણ દુબઈની બિડમાં ભાગ લીધો હતો પરંતુ તેમની બિડ 5000 કરોડ સુધી પણ પહોંચી ન હતી. બીજી બાજુ, સંજીવ ગોયન્કા ગ્રુપે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી બોલી લગાવીને લખનૌ ફ્રેન્ચાઈઝી ખરીદી. સંજીવ ગોએન્કા ગ્રૂપ પછી CVC કેપિટલે સૌથી વધુ બોલી લગાવી અને તે અમદાવાદને ખરીદવામાં સફળ રહી.
અત્યારે અદાણી અને ગોયનકા ગ્રુપ બોલી લગાડવામાં સૌથી આગળ છે. ફુટબોલ ક્લબ માનચેસ્ટર યૂનાઈટેડના માલિક ગ્લેઝર ફેમિલી પણ દુબઈમાં છે. BCCIએ અરુણ પાંડેની બોલી રદ કરી દીધી છે, કારણ કે તેઓ બોલી લગાડવામાં થોડા મોડા પહોંચ્યા હતા અને ચૂકી પણ ગયા હતા. આની સાથે જ અત્યારે પ્રાપ્ત થતી માહિતી મુજબ જિંદાલ ગ્રુપ પણ રેસની બહાર થઈ ગયું છે.
અમદાવાદની ટીમ લગભગ નિશ્ચિત છે. કારણે આ શહેર પાસે વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અને ફેન ફોલોઇંગ પણ છે. આ તમામ પાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદની જગ્યા નક્કી રહેશે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર સોમવારે સાંજે અથવા મંગળવારે IPLની નવી ટીમની જાહેરાત થઈ શકે છે.
IPL 2022ની 2 નવી ટીમોની જાહેરાત કરવામાં આવી છે. આઈપીએલની આગામી સીઝનથી અમદાવાદ અને લખનૌની ટીમો પણ મેદાનમાં ઉતરશે. અમદાવાદની ટીમને સીવીસી કેપિટલ ગ્રૂપે ખરીદ્યું છે, જ્યારે લખનૌને આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપે ખરીદ્યું છે