સગીરાને ફોસલાવીને યુવકે બે વખત ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો, ત્રીજી વખત ગર્ભવતી બનતા યુવક….

સગીરાને ફોસલાવીને યુવકે બે વખત ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યો, ત્રીજી વખત ગર્ભવતી બનતા યુવક….

એક શોકિંગ અને આંચકાજનક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમીએ પ્રેમિકાને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ યુવતી ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. આ દરમિયાન તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રીક્ષામાં જવું પડે છે. જેથી તેને એક રીક્ષા ચાલક સાથે આંખ મળી ગઈ હતી. રીક્ષા ચાલકે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર સંબંધ બાંધ્યા હતાં. આ દરમિયાન યુવતીને બે વાર તેણે ગર્ભવતિ બનાવીને ગર્ભપાત કરાવ્યો હતો. પરંતુ ત્રીજી વાર યુવતી ગર્ભવતી બની ત્યારે તેના પ્રમીએ ગર્ભપાત કરાવવાનું કહ્યું પણ યુવતીએ મનાઈ કરતાં યુવકે તેને ધમકીઓ આપી હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વાસણા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી છે. મહિલાએ પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા હવે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બે વખત ગર્ભપાત કરાવ્યા બાદ ત્રીજી વખત પણ ગર્ભપાત કરાવવા પ્રેમી ધમકી આપતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. હાલ પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

તસવીરમાં જોવા મળતો આ શખ્સનું નામ હરીશ ભરવાડ છે. જે પરિણીત હોવા છતાં કુંવારી યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવી હતી, હાલમાં યુવતીને ગર્ભવતી બનાવીને ફરાર થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર યુવતી છેલ્લા 6 વર્ષથી પ્રેમી હરીશ ભરવાડ સાથે લગ્ન કરવાનું સ્વપ્ન જોઈ રહી હતી. બન્ને મૈત્રી કરારમાં સાથે રહ્યા હતા. પરંતુ હરીશ ભરવાડ યુવતીને ગર્ભવતી બનાવીને લગ્ન કરવાનો ઇન્કાર કરીને ફરાર થઈ ગયો છે. જેથી યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં પ્રેમી હરીશ ભરવાડ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

તેમને જણાવી દઈએ કે 6 વર્ષ પહેલાં યુવતી 16 વર્ષની સગીર હતી ત્યારે હરીશ ભરવાડના સંપર્કમાં આવી હતી. હરીશ રીક્ષા ડ્રાઇવર હતો. યુવતી અને તેની માતા ઘરકામ કરવા હરીશની રિક્ષામાં જતા હતા. આ દરમ્યાન હરિશે સગીરાને હરીશ સાથે આંખ મળી જતા પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવ્યા.

આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી, ત્યારે લગ્નનો લાલચ આપીને બે વખત ગોળીઓ આપીને ગર્ભપાત કરાવ્યો હતો. પરંતુ યુવતી ત્રીજી વખત ગર્ભવતી થતા હરીશે ફરી ગર્ભપાતનું દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ ગર્ભપાત કરવાની ચોખ્ખી ના પાડી દેતા હરીશ યુવતીને છોડીને ફરાર થઈ ગયો છે.

4 મહિનાની ગર્ભવતી યુવતીને પ્રેમી હરીશ ભરવાડ અને તેનો ભાઈ વિજય ભરવાડ ગર્ભપાત કરવાની ધમકી આપતા હતા. જેથી યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. વાસણા પોલીસે દુષ્કર્મ કેસમાં મહિલાનું મેડિકલ કરાવ્યું અને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં આરોપીના ભાઈની પણ મદદગારી હોવાથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની પણ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કરાયા છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *