પતિના અવસાન બાદ વિધવાએ બ્યુટી પાર્લરમાં શરૂ કર્યો દેહ વેપારનો ધધો, યુવક-યુવતીઓ રંગરંલિયા મનાવતા ઝડપાયા

પતિના અવસાન બાદ વિધવાએ બ્યુટી પાર્લરમાં શરૂ કર્યો દેહ વેપારનો ધધો, યુવક-યુવતીઓ રંગરંલિયા મનાવતા ઝડપાયા

પારડી નગર ને અડીને આવેલ કોટલાવ વિસ્તારનાં વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી એક વિધવા પોતાના પતિ ના અવસાન બાદ કોઈ સહારો કે કોરોના ને લઈ કોઈ ધધો પણ માફક ન આવતા ફેશન બ્યુટી પાર્લર ના નેજા હેઠળ દેહ વેપાર નો ધધો કરી રહી હતી. આ વિધવા મહિલા પોતાના બ્યુટી પાર્લરના આડ માં ઘરમાં જ રૂમ બનાવી બહાર થી યુવતીઓ બોલાવી રાખી 1100 રૂપિયા એક ગ્રાહક દીઠ લઈ દેહ વિક્રિય નો ધધો છેલ્લા કેટલાક સમયથી કરતી હતી.

પારડી પોલીસને મળેલ બાતમીને આધારે પારડી ના સિનિયર પી.એસ.આઈ. કે.એમ.બેરિયાને મળતા હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ વલસાડ ના મહિલા પી આઈ પી.એમ.ગામિત અને પારડી પોલીસ ની ટીમે ડમી ગ્રાહક મોકલાવી આ દક્ષાબેન અજયભાઈ ભંડારી મહિલાના ફેશન બ્યુટી પાર્લરમાં છાપો માર્યો હતો.

આ છાપા દરમિયાન રૂમો માં તપાસ દરમ્યાન મહિલા સંચાલક સહિત ત્રણ યુવતી અને એક ગ્રાહક મુસ્તાક સુલેમાન આલીસર રહે.બાબર ખડક , કપરાડા. મૂળ રહે રાજસ્થાન રંગરેલીયા મનાવતી હાલતમાં ઝડપાઇ ગયો હતો.પારડી પોલીસે એક ઓરિસ્સા ની અને બે વેસ્ટ બંગાળ ની એમ ત્રણ યુવતીને દેહ વેપાર ના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.પારડી જેવા નગરમાં દેહ વિક્રિય નું રેકેટ ઝડપાતા સમગ્ર નગરમાં ચક્ચાર મચી ગઇ હતી