છાપામાં પોતાના શહેરની ગંદકી વિશે વાંચ્યું તો વિદેશની જોબ છોડીને ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવા લાગ્યા, 122 લોકોને નોકરી આપી, ખુદ પણ લાખો કમાય છે

વર્ષ 2018માં મેં નોકરી છોડી દીધી અને પોતાના શહેરની ગંદકી મિટાવવાના અભિયાનમાં જોડાઈ ગયો. આજે મારૂં શહેર લગભગ વેસ્ટ ફ્રી થઈ ગયું છે, લોકો જાગૃત થઈ ગયા છે. એટલું જ નહીં હવે આસામના બીજા જિલ્લા પણ વેસ્ટ ફ્રી થઈ રહ્યા છે. લોકોને કામ મળી રહ્યું છે, મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. પરિવર્તનની આ કહાનીને રચનારા શખ્સનું નામ સંજય ગુપ્તા છે, જેઓ લાંબા સમયથી વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યા છે.

અભ્યાસ દરમિયાન જ વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું                                        સંજય ગુપ્તા લાંબા સમયથી વેસ્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે ભારતમાં અને ભારતની બહાર તેની સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ માચે કામ કર્યુ છે.

49 વર્ષના સંજય ગુપ્તાનો પ્રારંભિક અભ્યાસ ગામમાં જ થયો. તેના પછી બેચલર્સના અભ્યાસ માટે તેઓ અલ્હાબાદ ચાલ્યા ગયા. તેના પછી તેમણે JNUમાં પ્રવેશ મેળવ્યો. અહીંથી તેમણે માસ્ટર્સ અને પછી પીએચડીની ડિગ્રી હાંસલ કરી. સંજય કહે છે કે JNUમાં અભ્યાસ દરમિયાન જ વેસ્ટ મેનેજમેન્ટ અંગે મારી રૂચિ વધવા લાગી હતી. કેમ્પસમાં જ્યાં પણ ગંદકી દેખાતી તો તેને સાફ કરવામાં અમે લાગી જતા હતા. ત્યારે અમારો મોટિવ હતો કેમ્પસને ઝીરો વેસ્ટ બનાવવાનો અને અમે ઘણા ખરા અંશે તેમાં સફળ પણ થયા. તેના પછી મેં નક્કી કર્યું કે આગળ આ જ ફિલ્ડમાં કરિયર બનાવીશ.

JNUમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી સંજય ગુપ્તાને જોબ મળી ગઈ. 2013 સુધી તેમણે અલગ-અલગ સંસ્થાઓ માટે વેસ્ટ મેનેજમેન્ટ અને તેને સંલગ્ન પ્રોજેક્ટ પર કામ કર્યુ. તેના પછી તેઓ સ્વિત્ઝર્લેન્ડ ચાલ્યા ગયા. પોતાના આ અભિયાનને લઈને સંજય કહે છે કે ત્રણ વર્ષ અગાઉ જ્યારે મને પોતાના હોમટાઉનની ગંદકી વિશે જાણ થઈ તો મેં સરકાર અને જિલ્લાના અધિકારીઓને લેટર લખ્યો. તેમને જણાવ્યું કે હું વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરી રહ્યો છું અને હવે પોતાના રાજ્ય અને શહેર માટે કંઈક કરવા માગું છું. તેના માટે સરકાર તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો અને હું આસામ પરત આવી ગયો.

સંજય ગુપ્તાની ટીમના લોકો રોજ લોકોના ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્ટ કરે છે. બદલામાં લોકો પાસેથી 50થી 100 રૂપિયા મહિને ચાર્જ લે છે.

તેના પછી અમે અમારા કામનો વ્યાપ વધારવાનું શરૂ કર્યુ. તિનસુકિયા જિલ્લાની સાથે જ તીતાબર અને બાકીના શહેરોમાં પણ અમે અવેરનેસ ફેલાવવાનું શરૂ કર્યુ. ધીમે ધીમે લોકો અમારા અભિયાન સાથે જોડાવા લાગ્યા અને અમારી ટીમ વધતી ગઈ. આજે અમારી ટીમમાં 122 લોકો કામ કરે છે. તેમાં મોટાભાગે મહિલાઓ છે. અત્યાર સુધીમાં અમે લોકો 500 ટન કચરો એકત્ર કરી ચૂક્યા છીએ. 50 લાખથી વધુ પ્લાસ્ટિક બોટલ રિસાયકલ્ડ કરી ચૂક્યા છીએ.

કેવી રીતે કરીએ છીએ કામ? શું છે વેસ્ટ મેનેજમેન્ટનું મોડેલ?                                                 સંજય ગુપ્તાએ કેર નોર્થ ઈસ્ટ ફાઉન્ડેશન નામથી ખુદનું ઓર્ગેનાઈઝેશન બનાવ્યું છે. તેઓ કહે છે કે અમે એરિયાના હિસાબે અલગ-અલગ ટીમો બનાવી છે. તેમાં વેસ્ટ કલેક્ટ કરનારા, તેમને સેગ્રિગેટ કરનારા અને ડ્રાઈવર સામેલ છે. આ લોકો દરરોજ સવારે એક નિશ્ચિત સમયે પોતપોતાના એરિયામાં જાય છે અને લોકોના ઘરેથી વેસ્ટ કલેક્ટ કરીને પોતાના યુનિટ સુધી આવે છે. અહીં અમે વેસ્ટનું એનેલિસિસ કરીએ છીએ. સૂકો કચરો, ભીનો કચરો, પ્લાસ્ટિક કચરો, પેપર વેસ્ટ, રિસાયકલ્ડ થનારો કચરો, ડિકમ્પોઝ થનારો કચરો અને ઓર્ગેનિક વેસ્ટને અલગ-અલગ કરે છે.

સંજય ગુપ્તા અને તેમના સાથી ઓર્ગેનિક વેસ્ટને પ્રોસેસ કરીને ખાતર તૈયાર કરે છે. દર વર્ષે તેઓ 2.5 ટન ખાતર તૈયાર કરી રહ્યા છે. ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર તૈયાર કરવામાં લગભગ 70 દિવસનો સમય લાગે છે. 25થી 30 ટન કચરાથી એક કિલો ખાતર બને છે.

કરિયરના હિસાબે પણ વેસ્ટ મેનેજમેન્ટમાં સારો સ્કોપ એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે 150 લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. તેમાંથી માત્ર 25% જ રિસાયકલ્ડ થઈ શકે છે. તેનાથી તમે સમજી શકો છો કે આ કેટલો મોટો પડકાર છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈને અભિયાન ચલાવી રહી છે. અનેક શહેરોમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર પણ બન્યા છે. જ્યાં લોકોને કચરાના બદલામાં પૈસા મળે છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) અંતર્ગત રાજ્ય સરકારો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને લઈને અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.

error: Content is protected !!