”કુછ કુછ હોતા હૈ”ની અંજલી હવે ઘણી બદલાય ગઈ છે, તેનો ગ્લેમરસ અંદાજ જોઈ તમે થઈ જશો ફિદા
બોલિવૂડમાં અભિનેત્રી સના સઈદએ ડેબ્યૂ ફિલ્મ કુછ કુછ હોતા હૈ થી કર્યુ હતું. આ ફિલ્મ 1998મમા આવી હતીં અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સનાએ કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં શાહરૂખની દીકરી અંજલીની ભૂમિકા નીભાવી હતી. ફિલ્મમાં સના સઈદ કિંગ ખાન અને રાણી મુખર્જીની દીકરી બની હતીં, આ પાત્રએ સના સઈદને સમજો સ્ટાર જ બનાવી દીધી હતીં.
એટલું જ નહીં બાળપણમાં ”કુછ કુછ હોતા હૈ” થી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવનારી સના સઈદે ”દર દિલ જો પ્યાર કરેગા” અને ફિલ્મ ”બાદલમાં” પણ બાળ કલાકરા તરીકે કામ કર્યું હતું. મોટા પડદા સાથો સાથે સનાએ નાના પડદા પર પણ હાથ અઝમાવ્યો છે. તેમજ અભિનેત્રી સનાને બોલિવૂડમાં ઓળખ ફિલ્મ સ્ટૂડેન્ટ ઓફ ઈયરથી મળી હતી.
સનાનો જન્મ 22 સપ્ટેમ્બર 1988ના રોજ મુંબઈમાં થયો હતો. સના મિડિલ ક્લાસ ફેમેલીથી છે. મુસ્લિમ પરિવારમાં ઉછરેલી સના સઈદનું પૂરૂ નામ સના અબ્દુલ અહદ સઈદ છે. તેનો આમ તો જન્મ યૂનાઈટેડ કિંગડમમાં લીડ્સમાં થયો છે, પરંતુ તે હવે મુંબઈમાં રહે છે. સના સઈદની બે બહેન પણ છે. તેની બંને બહેનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીસ દૂર રહે છે.
સના ફિલ્મો સાથે સાથે ટીવી પર પણ ખૂબ એક્ટિવ રહે છે. વર્ષ 2008માં બાબુવ કા આંગન છૂટે ન અને લો હો ગઈ પૂજા ઈસ ઘર કી ટીવી શોમાં પણ સોના જોવા મળી હતી.