માતા જ બની કુમાતા, પોતાના કુકર્મીના પાપને છૂપાવવા નવજાત બાળકને નાળ સાથે ત્યજી દીધું

પોશીનાઃ પોશીનાના ગણવા (ઉદાતફળો)ના દાણીભાઈ સોમાભાઈ ધ્રાંગી સોમવાર સવારે આઠેક વાગ્યે ખેતરમાં જતાં ખેતરની બાજુમાં આવેલ બાવળની ઝાડીઓમાંથી બાળકનો રડવાનો અવાજ સાંભળાતા જોવા ગયા હતા અને તરત જ 108 ને કોલ કરી જાણ કરી હતી. ખેરોજ 108ના ઇએમટી હરેશભાઇ કડીયા અને ઇએમટી ગીતાબેન ગણવા પહોંચી ગયા હતા.

ઘોર કળિયુગઃ માતા જ બની કુમાતા, પોતાના કુકર્મીના પાપને છૂપાવવા નવજાત બાળક સાથે કર્યું એવું કે વાંચીને તમારું હ્દય પણ કંપી ઊઠશે,માતા જ બની કુમાતા, પોતાના કુકર્મીના પાપને છૂપાવવા નવજાત બાળકને નાળ સાથે ત્યજી દીધું

બાળકને હાથમાં લેતા જ ઠંડુ પડી ગયુ હતુ અને તેના શરીર પર પુષ્કળ ઉઝરડા અને કાંટા વાગેલા હતા. કેટલીક જગ્યાએથી લોહી વહી રહ્યુ હતું. બાળકને સારવાર આપતા આપતા લાંબડીયા સીએચસી લઇ ગયા હતા અને ત્યારબાદ બાળકને હિંમતનગર સિવિલમાં ખસેડાયુ હતું.

નવજાત છોકરો છે અને નાળ પણ કાપેલ ન હતી તેનો મતલબ એ થાય છે કે પ્રસૂતિ ઘેર જ થઇ હોય અને કૂકર્મીના પાપને છૂપાવવા માતાને મજબૂર બનવુ પડ્યુ હોય પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.108 ના ડિસ્ટ્રિક્ટ મેનેજર રાહુલભાઈએ જણાવ્યું કે હાલ બાળક સલામત છે અને હિંમતનગર સિવિલમાં છે.

error: Content is protected !!