રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીને કૌટુંબિક કાકાએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી….
રાજકોટ: નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી સાથે તેના જ કૌટુંબિક કાકાએ વતનમાં બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી હોવાની ઘટના સામે આવી છે. જેની જાણ થતા સિવિલ હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા ઉના પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા ઉના પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે.તબીબી તપાસમાં કૌટુંબિક કાકાએ ગર્ભવતી બનાવ્યાનું ખૂલ્યું
તબિબે તપાસ કરતાં પેટમાં પાંચેક માસનો ગર્ભ હોવાનું જણાયું પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક આવેલી કોલેજમાં રહી નર્સિંગનો અભ્યાસ કરતી એક પુખ્ય વયની છાત્રાએ ગત રાતે પોતાને પેટમાં દુઃખે છે તેવી ફરિયાદ કરતાં હોસ્ટેલ સંચાલક મારફત તેણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ તેણીને ઝનાના વિભાગમાં તપાસ માટે લઇ જવામાં આવી હતી.તબીબી તપાસમાં કૌટુંબિક કાકાએ ગર્ભવતી બનાવ્યાનું ખૂલ્યું
કૌટુંબિક કાકાએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા યુવતી સગર્ભા બની,પાંચ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં અહિ તેણીને ઝનાના વિભાગમાં તપાસ માટે લઇ જવામાં આવી ત્યાંના તબિબે તપાસ કરતાં પેટમાં પાંચેક માસનો ગર્ભ હોવાનું જણાયું હતું. આથી કોલેજમાંથી યુવતિની સાથે આવેલા સ્ટાફ દ્વારા યુવતિના વાલીને જાણ કરવામાં આવતાં રાતોરાત તેઓ રાજકોટ દોડી આવ્યા હતાં.
ઉના પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી ઉના પંથકમાં રહેતી યુવતિએ પોતાની સાથે વતનમાં હતી ત્યારે કૌટુંબિક કાકાએ જ બળજબરી કરી લીધાનો આક્ષેપ કરતાં આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરી છે જે આધારે ઉના પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.