નાની બાળકીએ રમત રમતમાં મોંઢામાં નાખી દીધી ટાંકણી , પરિવારજનોના શ્ર્વાસ થઈ ગયા અધ્ધર, પછી…

સુરતના રાંદેરની તરુણીએ દાંત વચ્ચે દબાવેલી ટાંકણી શ્વાસ નળીમાં ફસાઈ ગઈ હતી. પિનનો આગળનો ભાગ એકદમ તીક્ષ્ણ હતો, જેથી જો તરૂણી જોરથી શ્વાસ લે અથવા તો ખાંસી ખાય તો ટાંકણી શ્વાસનળીની દીવાલ ફાડીને બહાર નીકળી જાય એવી શક્યતા હતી. અને તેથી હૃદય કે ધમનીને ગંભીર નુકશાન થાય તેવી પણ પરિસ્થિતિ સર્જાય શકે તેમ હતું. જેથી બ્રોન્કોસ્કોપીની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

તરૂણી નસીબદાર હોવાને લીધે બચી ગઈ

ડો. ભાવેશ વાઘાણી (ચેસ્ટ ફિઝિશિયન, સીમ્સ હોસ્પિટલ) જણાવ્યું હતું કે, હિજાબ કે ઓઢણી બાંધતી વખતે મોઢામાં ટાંકણી રાખવી ખતરનાક સાબિત થઇ શકે છે.છીંક આવવી આકસ્મિક શ્વાસ અંદર લેવાથી અથવા ખાંસી ખાવાને લીધે દાંત વચ્ચે દબાવી રાખેલી ટાંકણી ગળામાં ઉતરી શકે છે.આવી ઘટના બહુ ઓછી જોવા મળે છે પણ આવી ઘટના ન જ બને એવું માનવાવાળા માટે રાંદેરની તરુણીનો કિસ્સો લાલબત્તી સમાન છે.તરૂણી નસીબદાર હોવાને લીધે બચી ગઈ.દરેક કિસ્સામાં વ્યક્તિ નસીબદાર જ હોય એ જરૂરી નથી.

બ્રોન્કોસ્કોપીની મદદથી ટાંકણી બહાર કાઢવામાં આવી.

ગત 2 સપ્ટેમ્બરે મારી પાસે એક વિચિત્ર કેસ આવ્યો હતો, જેમાં એક મુસ્લિમ તરુણી ટાંકણી ગળી ગઈ હતી, જે શ્વાસ નળીમાં ફસાઈ ગઈ હતી.મેં તરુણીની સારવાર કરવાની તૈયારી શરુ કરી હતી પણ તરૂણી જમીને આવી હોવાથી મેં તેણીના પરિવારને 3જીએ સવારે આવવા કહ્યું હતું. 3જીના રોજ બ્રોન્કોસ્કોપી કરી તેણીની શ્વાસનળીમાંથી 3.5 સેમી લંબાઈની ટાંકણી કાઢી હતી.

શ્વાસનળીમાંથી 3.5 સેમી લંબાઈની ટાંકણી કાઢી

મુસ્લિમ તરુણીએ બુરખો (હિજાબ) બાંધતી વખતે દાંત વચ્ચે પિન દબાવી રાખી હતી. અંતરાશ કે ખાંસી આવી જતા ટાંકણી શ્વાસનળીમાં સરકી ગઇ હતી.જો કે, તરુણીએ છેક બીજે દિવસે પરિવારને આ વાત જણાવી હતી. પરિવાર સ્થિતિની ગંભીરતા પારખી ગયો અને માતા-પિતા તેણીને એમ.ડી. હોમિયોપથી ડો. અયાઝ ઘોઘારી પાસે સારવાર અર્થે લઈ ગયા હતા. ડો.ઘોઘારી દ્વારા પ્રાથમિક સારવાર અને એક્સરે કરાવ્યાં બાદ તરુણીને ઈલાજ માટે મારી પાસે રીફર કરી હતી.

ટાંકણી શ્વાસનળીની દિવાલ ફાડીને બહાર નીકળી જાય તેવી શક્યતા હતી

તરૂણીની ડાબી બાજુની શ્વાસનળીમાં ટાંકણી સરકી ગઈ હતી. આ પિનને બ્રોન્કોસ્કોપી (ફેફસાંની દૂરબીન દ્વારા તપાસ) દ્વારા બહાર કાઢવામાં આવી હતી. તરૂણીને બેભાન કરીને ફેફસાની વીડિયો બ્રોન્કોસ્કોપી કરવામાં આવી હતી.તપાસ કરતા માલૂમ પડયું હતું કે પિન શ્વાસનળીની દીવાલમાં ખૂપી ગઈ હતી. પિનનો આગળનો ભાગ તીક્ષ્ણ હતો. જો તરૂણી દ્વારા જોરથી શ્વાસ લેવામાં આવે કે ખાંસી કરે તો ટાંકણી શ્વાસનળીની દિવાલ ફાડીને બહાર નીકળી જાય તો હૃદય કે ધમનીને નુકશાન કરી શકે તેવી શક્યતાઓ હતી. બ્રોન્કોસ્કોપી કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવામાં આવી હતી.

એકાદ કલાકના પ્રયાસો બાદ સફળતા પૂર્વક 3.5 સેન્ટિમિટર લાંબી ટાંકણી બહાર કાઢવામાં આવી હતી.

error: Content is protected !!