૫ વર્ષની એક છોકરીની માતા પ્રેમમાં એટલી આંધળી બની કે નિકળી પડી પાકિસ્તાન જવા….અને પછી…
ઓડિશા:ઓડિશાની મહિલાને પાકિસ્તાની યુવક સાથે પ્રેમ થયો. આ મહિલા પરણિત હતી અને તેનું પાંચ વર્ષનું બાળક હતું. યુવકના પ્રેમમાં મહિલા એટલી પાગલ બની ગઈ કે તેને મળવા માટે પાકિસ્તાન જવા તૈયાર થઈ ગઈ. પરંતુ સમય રહેતા પોલીસને આ વાતની સૂચના મળી અને તેઓએ પાંજબથી આ મહિલાને પકડી લીધી.
મળતી માહિતી મુજબ ૨૫ વર્ષની પરણિત મહિલાની સોશિયલ મીડિયા પર પાકિસ્તાની યુવક સાથે મુલાકાત થઈ. થોડા દિવસો તેઓની વચ્ચે વાતચીત થઈ અને દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ આ મહિલા પોતાનું ઘર છોડીને પાકિસ્તાન જવા રવાના થઈ.
ઘરેથી આ મહિલા સોનું અને પૈસા લઈ ફરાર થઈ અને પાકિસ્તાન જવા પંજાબના ડેરાબાબા નાનક સ્થિત કર્તારપુર કોરિડોર પર પહોંચી ગઈ. બીએસએફ પાસેથી આ સૂચના ડેરા બાબા નાનક પોલીસને મળી. ત્યારબાદ પોલીસે મહિલાની પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા. મહિલા પાસેથી પોલીસને ૨૫તોલા સોનું અને ૬૦ગ્રામ ચાંદી મળી આવ્યા.
બીજા દિવસે પોલીસે મહિલાના પિતા અને પતિને બોલાવ્યા અને મહિલાને તેઓને સોંપી દીધી હતી. આ ઘટનાની સંપૂર્ણ જાણકારી આપતા ડીએસપી કંવલપ્રીત સિંહએ કહ્યું કે, ઓડિશાની આ મહિલાના લગ્ન ૨૦૧૫માં ઓડિશમાં જ થયા હતા. તેમની ૫ વર્ષની એક છોકરી પણ છે. પૂછપરછ દરમ્યાન મહિલાએ જણાવ્યું કે ૨ વર્ષ પહેલા તે મોબાઈલ પર અઝહર નામના યુવકને મળી ત્યારબાદ ચેટિંગ શરૂ થયું અને પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રહેવાવાળા યુવાન સાથે પ્રેમ થઈ ગયો.
બંનેએ એકબીજાનો મોબાઈલ નંબર લઈ WhatsApp પર વાતચીત શરૂ કરી. પાકિસ્તાની યુવકે તેને ડેરા બાબા નાનક થી કોરિડોરના રસ્તા પર પાકિસ્તાન આવવાનું કહ્યું. આ મહિલા ઓડિશાથી ભાગીને દિલ્લી અને દિલ્લીથી અમૃતસર અને અમૃતસરથી ડેરા બાબા નાનક પહોંચી ગઈ. જ્યારે તે કર્તારપુર કોરિડોર પહોંચી ત્યારે બીએસએફને તેણીને રોકી અને કહ્યું આ સમય પાકિસ્તાન જવું સંભવ નથી. કોરોનાને લીધે કોરિડોર બંધ છે. પાકિસ્તાન જવા માટે વિજા-પાસપોર્ટ જરૂરી છે.
મહિલાની વાત સાંભળી જવાનને શંકા થઈ. બીએસએફએ આ સૂચના ડેરા બાબા નાનક પોલીસને આપી અને પૂછપરછ માટે તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી. તેણે પૂરી વાતની જાણ કરી એસએચઑ ડેરા બાબા નાનકએ ઓડિશા પોલીસનો સંપર્ક કર્યો. પોલીસને જાણવા મળ્યું કે ૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ આ મહિલાના લાપતા હોવાની સૂચના એના પતિએ દર્જ કરાવી હતી. ત્યારથી આ મહિલાની ખોજ ચાલી રહી છે. આ મહિલા પોતાના ઘરેથી ૨૫ તોલા સોનું અને ૬૦ ગ્રામ ચાંદી લઈ રવાના થઈ હતી.
એસએચઑ એ ઓડિશા પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને બુધવારના ડેરા બાબા નાનક બોલાવ્યા અને બરામત કરેલા ઘરેણાં તેના પતિ અને પિતાને સોંપ્યા.