દરિયાકાંઠે એક મોજું આવ્યું અને બે સેકન્ડમાં આખો પરિવાર સાફ, દીકરા-દીકરીની બચાવવા પિતાએ પણ છલાંગ મારી પણ….

દરિયાકાંઠે બેદરકારી દાખવવી કેટલી ભારે પડી શકે છે એનું ઉદાહરણ ઓમાનના એક બીચ પર જોવા મળ્યું છે. અહીં બીચ પર થયેલી દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જ્યાં એક જ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજામાં તણાઈ ગયા હતા.આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને અને તેમની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યાં હતાં.

રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર, શશિકાંત અને તેનાં બાળકો દરિયામાં ડૂબી ગયાં બાદ તેમની શોધખોળ ચાલુ છે.ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે આ લોકોએ મુઘસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. દરિયામાં મોજું અથડાયા બાદ આઠ લોકો પડી ગયા હતા. દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા.

પરિવારના સભ્યો ઈદની રજા માણવા માટે ઓમાન ગયા હતા
સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા અને દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. ગત રવિવારે તે તેના પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. અહીં તે સલાલ્હા વિસ્તારના મોઘસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા.

આ ફોટો શશિકાંત મ્હમાને અને તેમનાં બાળકોનો છે. શશિકાંત મ્હમાને તેમના પરિવાર સાથે ઓમાનના બીચ પર રજાઓ ગાળવા ગયા હતા, જ્યાં તેઓ અને તેમનાં બાળકોનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.આ દરમિયાન દરિયામાં એક ભારે મોજું આવ્યું, જેમાં શશિકાંતનાં બંને બાળકો અને અન્ય ઘણા લોકો તણાઈ ગયાં હતાં. જીવન બંસોડેએ જણાવ્યું હતું કે દુ:ખદ અકસ્માતના સમાચાર મળતાં જ શશિકાંતના પરિવારના અન્ય સભ્યો ઓમાન ગયા છે.

સોશિયલ મીડિયા પર બે દિવસથી વીડિયો વાઇરલ થઈ રહ્યો છે
આ ઘટનાનો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાનું ભારે મોજું ત્યાં હાજર લોકોને તણાઈને ખેંચી જાય છે. ઘટના બની ત્યાં સુધી પરિવારના સભ્યોની ઓળખ થઈ શકી નથી, પરંતુ પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું કે આ તમામ એશિયા ખંડના રહેવાસી છે. આ ઉપરાંત કેટલાક લોકો તેઓ ભારતીય હોવાનું જણાવી રહ્યા હતા.

error: Content is protected !!