ભારતનું એક ગામ,જ્યાં સાયકલ-બાઇકની પહેલાં બધા પોતાની માટે હોડી ખરીદે છે જાણો કેમ…
બિહાર: દરભંગા જિલ્લાના કુશેશ્વરમાં એક એવું ગામ છે, જ્યાં લગભગ દરેક પરિવારની પોતાની પર્સનલ હોડી છે. આ ગામને હવે ‘હોડી વાળું ગામ’ પણ કહી શકાય છે. તેનું સાચું નામ ગૌરા ગામ છે, જે કુશેશ્વરની ઔરાઇ પંચાયતમાં આવે છે. અહીં રહેતા લોકો સાયકલ અને બાઇક બાદમાં ખરીદે છે, પણ તે પહેલા હોડી ખરીદે છે. આનું કારણ એ છે કે આ ગામ છ થી નવ મહિના સુધી સંપૂર્ણ રીતે એક ટાપુમાં ફેરવાય જાય છે,
પરંતુ પૂરનું પાણી પણ ઘણા ઘરોમાં ઘૂસી જાય છે. આવી સ્થિતિમાં, લોકોને કોઈપણ કામ માટે ઘરની બહાર નીકળવા માટે હોડી જ એકમાત્ર આધાર છે.
કોઈપણ કામ માટે ઘરની બહાર નીકળવા માટે લોકો પાસે હોડી જ એકમાત્ર આધાર અહીં રહેતા લોકો ઘરેથી નીકળીને હોડી દ્વારા જ મુખ્ય માર્ગ પર પહોંચે છે. પછી તેઓ રસ્તાની બાજુમાં પાણીમાં હોડી પાર્ક કરીને કામ કરવા માટે જતાં રહે છે. સ્ત્રીઓ અને બાળકોને પશુ આહારની વ્યવસ્થા કરવાની સાથે-સાથે અન્ય મહત્વના કામો માટે પણ હોડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણ છે કે અહીં દરેક વ્યક્તિ હોડી કેવી રીતે ચલાવવી તે જાણે છે. વૃદ્ધ લોકો હોય કે બાળકો, સ્ત્રીઓ હોય કે પુરુષો, દરેકની પોતાની હોડી હોય છે અને તેનાથી જ અવર-જવર કરે છે.
ગામના મોહમ્મદ ગુલશન આલમે જણાવ્યુ હતું કે લગભગ નવ મહિના સુધી પાણી ભરયેલું જ રહે છે. માત્ર હોડી દ્વારા જ બધા કામ કરવા પડે છે. કામ પર જવાનું હોય કે બાળકોને શાળાએ મૂકવા જવાનું હોય કે પછી કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાના હોય, બધા જ કામ હોડીના સહારે જ કરવા પડે છે.
ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો કોઈ રસ્તો જ નથી આ ગામની કમનસીબી છે કે મુખ્ય માર્ગથી ગામને જોડતો એક પણ રસ્તો નથી અને ન તો કોઈ પુલ. અનેક દાયકાઓથી લોકો અહી રસ્તા સાથે એક પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ માત્ર આશ્વાસન સિવાય તેમને આજ દિવસ સુધી કશું જ મળ્યું નથી. ગ્રામજનોનું માનીએ તો એક સરકારો બોટ પણ આ લોકોને નસીબમાં મળી નથી. એવામાં લોકો લગભગ 20 હજાર રૂપિયાની હોડી પહેલા ખરીદે છે, બાદમાં સાયકલ કે બાઇક ખરીદવાનું વિચારે છે. જેમની પાસે પોતાની હોડી નથી હોતી, તેઓ જેમની પાસે હોડી હોય છે તેમની મદદ મેળવે છે.
1000થી વધુ જનસંખ્યા રહે છે અસરગ્રસ્ત ગામમાં લગભગ 200 થી 250 ઘર છે અને 1000થી વધુની જનસંખ્યા છે. ગામના લોકો એક રસ્તો અને ફૂલની માંગ સતત કરી રહ્યા છે. બધાન અધિકારી, નેતાઓ સમક્ષ ફરિયાદ કરી, પરંતુ બધા જ એકબીજાની ઉપર જવાબદારી ઢોળી રહ્યા છે.