સુરત ફરી થયું શર્મશાર, હવસખોર નરાધમ શિક્ષકે 8 વર્ષના વિદ્યાર્થી સાથે ન કરવાનું કર્યું

સુરત ફરી થયું શર્મશાર, હવસખોર નરાધમ શિક્ષકે 8 વર્ષના વિદ્યાર્થી સાથે ન કરવાનું કર્યું

ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો: ટ્યૂશન કલાસિસ ચલાવતા શિક્ષકે 8 વર્ષના વિદ્યાર્થીને બાથરૂમમાં લઈ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

એક શરમજનક અને ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં શિક્ષણ જગતને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ટ્યુશન ક્લાસીસના શિક્ષકે આઠ વર્ષીય વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો
સુરતના ડીંડોલી વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષકે 8 વર્ષીય વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ ડીંડોલી પોલીસ મથકમાં નોંધાઈ છે. આઠ વર્ષનો બાળક તેના ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ અર્થે આવ્યો હતો. આ દરમિયાન શિક્ષકે ક્લાસીસમાં આવેલા બાથરૂમમાં લઈ જઈ તેણે વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

તપાસ હાથ ધરાઈ
આ સમગ્ર બનાવની જાણ બાળકના માતા-પિતાને થઇ હતી. જેમાં બાળકના પરિવારજનો એ આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મથકમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા શિક્ષક ગણેશ મછીન્દર આહિરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શિક્ષક ઝડપાયો
બાળકની માતાએ પોલીસ મથકે આવી ફરિયાદ આપી હતી કે, 5 જાન્યુઆરીના રોજ સાડા ચારથી 6 વાગ્યાના સમય ગાળા દરમ્યાન ટ્યુશન કલાસીસના શિક્ષકે બાળકને કલાસીસના બાથરૂમમાં લઇ જઈ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. આ બાબતે પોલીસે ડીંડોલી પોલીસે શીક્ષક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

તબીબી પરીક્ષણ કરવામાં આવ્યુ
આરોપી શિક્ષક નવાગામ વિસ્તારમાં ક્લાસીસ ચલાવે છે. જે વિદ્યાર્થી સાથે આ ઘટના બની છે. તે ત્યાં ટ્યુશન માટે જતો હતો. ઉપરાંત વિદ્યાર્થીનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. આ મામલે શિક્ષકની ધરપકડ કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *