રડાવી દેતી લવસ્ટોરી, અમે પતિ-પત્ની નહીં પણ બેસ્ટફ્રેન્ડથી પણ વિશેષ હતા મારી ભૂલ કે છેલ્લે મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો અને તેનો છેલ્લો

‘તમારી પત્ની મોનિકાને બચાવી શકાય તેમ નથી, પણ તમે કહો તો બાળકીના શ્વાસ ચાલે છે, તેને કદાચ અમે બચાવી શકીએ. મેં મન પર ભાર મૂકી સંમતિ આપી. સિઝેરિયનથી દીકરીનો જન્મ થયો પણ ભગવાનને આ પણ મંજૂર નહોતું. થોડી જ મિનિટમાં મારી લાડલીએ પણ તેની મમ્મીની જેમ અંતિમ શ્વાસ લઈ દુનિયામાંથી વિદાય લીધી,’ આટલું બોલતા જ શ્રીનાથભાઈ સોલંકીના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

આ હૃદયદ્રાવક બનાવ જૂનાગઢનો છે. ગઈ 21મી જુલાઈના રોજ ફોટોગ્રાફર મયૂરભાઈ સોલંકીના પુત્ર શ્રીનાથભાઈ સોલંકીની ગર્ભવતી પત્નીનું એકાએક બ્રેન હેમરેજથી મૃત્યુ થયું હતું. જોકે ગર્ભમાં રહેલું બાળક જીવંત હતું. ડૉક્ટરે તેને બચાવવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ લાડલીએ આંખો જ ન ખોલી. અચાનક બે-બે સભ્યોના નિધનથી સોલંકી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સંકટના સમયમાં પણ પરિવારે મૃત્યુને મહોત્સવ બનાવ્યો. પરિવારે મૃતક મોનિકાબેનનું ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથર્યો હતો. એટલું જ નહીં બેસણામાં રક્તદાનનું આયોજન કરી સમાજને નવી રાહ બતાવી હતી.

એવા કોઈ કોમ્પ્લિકેશન નહોતા
શ્રીનાથભાઈએ વાત કરતાં જણાવ્યું, ‘મારી પત્ની મોનિકા ડિલિવરી કરવા માટે વેરાવળ એના પિયર ગઈ હતી. ગયા મહિને 9 તારીખે સીમંત પતાવીને એ એના મમ્મી-પપ્પા જોડે વેરાવળ ગઈ. એના નવ મહિનાની પ્રેગનન્સીને કારણે જે કોમ્પ્લિકેશન થતાં હોય એ હતા, બાકી બધા રિપોર્ટ્સ નોર્મલ હતા. 21મી જુલાઈના રોજ સવારે મોનિકાને માથું દુખવાનું શરૂ થયું. થોડીવારમાં એને તાવ આવ્યો અને પછી તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં સુધી બધું જ હેલ્થી હતું. પછી પરિસ્થિતિ થોડી વધારે બગડી. ગંભીરતા જોઈ ડૉક્ટરે સમય બાગાડ્યા વગર મોનિકાને ઓપરેશન થિયેટર સુધી લઈ જવાને બદલે OPDમાં જ સારવાર શરૂ કરી. એ દરમિયાન એનું બ્લડ પ્રેશર એકદમ હાઇ થઈ ગયું, એટલે બ્રેન સ્ટ્રોક આવ્યો. એ વખતે ડૉક્ટરે કહ્યું કે મોનિકાને બચાવી શકાય તેમ નથી, પરંતુ તમે કહો તો બાળકીના શ્વાસ ચાલે છે.

એ કહેતી, ‘મરી જાઉં તો બેન્ડ બાજા સાથે મને લઈ જજો
શ્રીનાથભાઈએ કહ્યું, ‘મારા લવ મેરેજ હતા. અમારા બે વચ્ચેનું બોન્ડિંગ બહુ જ સારું હતું. અમે હસબન્ડ-વાઈફ ક્યારેય હતા જ નહીં. અમે બેસ્ટ ફ્રેન્ડથી વિશેષ હતા. ક્યારેક રમૂજમાં કે મજાકમાં એવું બોલાઈ જતું ત્યારે તકલીફ પડતી. હું જઉ ત્યારે તું જોજે તને ખૂબ જ તકલીફ પડશે. ત્યારે એ સહજતાથી કહેતી કે તમારા પહેલા તો હું જઈશ. ત્યારે તમે બેન્ડ બાજા સાથે મને લઈ જજો. એવી વાત થઈ એટલે અમે બે હસવા લાગ્યા. એ વાત મને ત્યારે યાદ આવી અને સમાજમાં પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે અંતિમ યાત્રામાં શોરબકોર કે રોકકળ ને બદલે બેન્ડ બાજા વગાડતા વગાડતા કાઢી’

લગ્ન પહેલાં એક ગંભીર બનાવ બન્યો
શ્રીનાથભાઈ આગળ વાત કરે છે, ‘મારો બિઝનેસ એ પ્રકારનો છે કે મુહૂર્તમાં અમને સમય જ ના મળે. એટલે અમારી સગાઈ 3 થી 4 વર્ષ સુધી રહી. અમે લોકોએ તારીખ યાદગાર રહી જાય એવી શોધી અને અમારા લગ્ન બે વર્ષ સુધી ચાલે. અમે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી પસંદ કરી હતી.. આ દરમિયાન એક ગંભીર બનાવ બન્યો. અમારા બંનેનું બોંડિંગ ઘણું સારું. લગ્નના 3 દિવસ અગાઉ મારા કાકાનો છોકરો ગંભીર થઈ ગયો. એનું લીવર ફેલ થઈ ગયું. જેને લીધે અમે સાદગીથી લગ્ન કર્યા અને લગ્નના 10 દિવસ પછી એ ભાઈ મૃત્યુ પામ્યો. એ વખતે ઓલરેડી નોટબંધી ચાલતી હતી. 31 ડિસેમ્બર નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ હતી. ત્યારે ખર્ચો 20-21 લાખ રૂપિયા થતો હતો.

ભાઇનું લીવર ટ્રાન્સ પ્લાન્ટ કરવાનું હતું. એ વખતે રૂપિયા નોહતા અને ઓર્ગન ડોનેટ કરનાર પણ કોઈ નહોતું. રૂપિયાનું તો કોઈપણ રીતે મેનેજ થઈ ગયું, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે લીવર કોણ આપશે? લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય, એમાં જેને વધુ જરૂરિયાત હોય એનો ચાંસ પ્રાયોરિટીમાં પહેલા આવે. એ ઓર્ગન પણ પાછું મેચ થવું જોઈએ. એ વખતે મારા ભાઈની ઉંમર માત્ર 32 વર્ષની હતી અને તેમનું મૃત્યુ થઈ ગયું. એને 3 વર્ષની એક દીકરી પણ હતી. ત્યારે અમે બે વસ્તુ નક્કી કરી. એક તો એ કે ઓર્ગન ડોનેટ કરીને તો કોકનો જીવ બચાવવો. બીજું એ કે મારા ભાભીની મનોદશા ખરાબ થઈ હતી. મારા મોટા બાપુ એમનું ઘણું જ ધ્યાન રાખે પણ ઘરનું પાત્ર જતું રહે તો એ લાચાર તો 100 ટકા થઈ જ જાય. કોઇની પાસે પૈસા માગતા પણ શરમ આવે. તો એવી પરિસ્થિતિ મોનિકાની ના થાય એ વિચારીને મેં મોનીને એમ કહ્યું કે જો આમ તો આપણાં ઘરમાં પૈસાની કોઈ ઘટ નથી પણ તું હવે તારા પગ ઉપર ઊભી થા.’

error: Content is protected !!