વ્હાલસોયી દીકરીએ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું, કારણ જાણીને તમે પણ ભાવુક થઈ જશો

વ્હાલસોયી દીકરીએ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું, કારણ જાણીને તમે પણ ભાવુક થઈ જશો

એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ગામે ધોરણ-10માં ભણતી વિધાર્થિનીએ આપઘાત કરી લીધો હતો જેને લઈને ચારે બાજુ ચકચાર મચી જવા પામી હતી. લાડલી દીકરીએ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીના કાંતિભાઈ પટેલની આવતી કાલે ધોરણ 10ની પરીક્ષા હતી. ત્યારે પરીક્ષા આપે તે પહેલા જ દીકરીએ આપઘાત કરી લેતાં પાલક પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર શાપર વેરાવળ ગામે હરીનગર હાઉસિંગ સોસાયટી ખાતે રહેતી બીના કાંતિભાઈ કાલાવડીયા (પટેલ) (ઉ.વ.18) એ આજે સવારે સાડા નવેક વાગ્યે પંખાના હુક સાથે ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.


વ્હાલસોયી દીકરીએ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. બીનાની આવતીકાલે ધોરણ 10 ની પરીક્ષા હતી.ત્યારે પરીક્ષા આપે તે પૂર્વે જ ઘરની લાડકવાયી દીકરીએ આપઘાત કરી લેતા પાલક પિતા પીએમ રૂમ ખાતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.


પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બિનાની માતા આશાબહેને કાંતિભાઈ નામના વ્યક્તિ સાથે 15 વર્ષ પૂર્વે લગ્ન કર્યાં હતા. મૃતક બીના આશાબહેનના અગાઉના ઘરનું સંતાન હોવાનું પણ સામે આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી મૃતક બીના તેના પિતા કાંતિભાઈને જ પોતાનું સર્વસ્વ માનતી હતી. જેના કારણે પાલક પિતા હોવા છતાં કાન્તિભાઇ ને સગી દીકરી કરતા પણ વિશેષ વ્હાલી બીના હતી.ત્યારે વ્હાલસોયી દીકરી ના મોતના કારણે પિતા સહિતના પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.


બિનાને આવતીકાલે ધોરણ 10માં રીપીટર તરીકે ગણિત અને વિજ્ઞાનનું પેપર ધ્રોલમાં આપવાનું હતું જેમાંથી વિજ્ઞાનનું પેપર આપી દીધું હતું તેવું પિતાએ જણાવ્યું છે.દીકરી ધો.10ની પરીક્ષા હોવાના કારણે સતત ચિંતામાં રહેતી હતી.પરંતુ દીકરીએ આત્મઘાતી પગલું ભરતા ક્યારેય પણ પેપર નથી આપવું તેવું એક પણ વાર પરિવારજનો ને કહ્યું નથી.આમ, દીકરી ભણતરની પરીક્ષા પાસ કરે તે પૂર્વે જિંદગીની પરીક્ષામાં આપઘાત કરી જીવન ટુંકાવી લેતા પટેલ પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યુ છે.


દીકરી પરીક્ષા હોવાના કારણે સતત ચિંતામાં રહેતી હતી. પરંતુ દીકરીએ આત્મઘાતી પગલું ભરતા ક્યારેય પણ પેપર નથી આપવું તેવું એક પણ વાર પરિવારજનોને કહ્યું નથી. આમ, દીકરી ભણતરની પરીક્ષા પાસ કરે તે પૂર્વે જિંદગીની પરીક્ષામાં આપઘાત કરી જીવન ટુંકાવી લેતા પરિવારમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે.પટેલ પરિવારની લાડલી દીકરીએ ફાંસો ખાધો, માતા-પિતાનું હૈયાફાટ રૂદન, આ કારણે રહેતી હતી ચિંતામાં