આપ અમીર હો ભલે હી, પોલીસ આપકો માફ કરદે, પર મે કભી આપકો માફ નહીં કરૂગી, આગળ વાંચીને કાળજું કંપી જશે

સુરતની ચકચાર મચાવતી ઘટના નેપાળી યુવતીના આપઘાત મામલે ઉમરા પોલીસે કાસા બ્લેન્કા હોટલના માલિક સંજય કુંભાણી(35)(રહે, મોટા વરાછા, મૂળ રહે,અમરેલી)ની સામે દુષ્પ્રેરણાના ગુનામાં ધરપકડ કરી છે. વેસુની કાસા બ્લેન્કા હોટલના રૂમ યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કાસા બ્લેન્કા હોટલ સંજય કુંભાણી ભાડેથી ચલાવતો હતો. આરોપી સંજય પરિણીત હોવા છતાં નેપાળી યુવતી સાથે પ્રેમસંબંધ હતો. મરણ જનાર નેપાળી યુવતી હોટેલમાં મહિનાથી રિસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી હતી.

શું હતી ઘટના?
સુરતના વેસુમાં આવેલી ગ્રીન સિગ્નેચર શોપર બિલ્ડીંગમાં કાર્યરત કાસા બ્લેન્કા હોટેલમાં નેપાળી યુવતી સોનું સુવાલ રહસ્યમ રીતે મૃત્યું પામેલા હાલતમાં મળી આવી હતી. તેણી પાસે મળેલી સ્યૂસાઇડ નોટમાં હોટેલિયર સંજય કુંભાણીની પાપલીલાનો પર્દાફાશ થયો છે. સંજયે કરેલા શોષણ અને ગુજારેલા માનસિક, શારિરીક અત્યાચાર અંગે રૂંવાટા ખડા કરી દેનારી દાસ્તાં આપઘાત અગાઉ લખાયેલી ચિઠ્ઠીમાં વ્યક્ત કરાઇ હતી.

વેસુમાં આવેલી કાસા બ્લેન્કા હોટેલના 215 નંબરના રુમમાં રહેતી સોનું સુવાલ નામની નેપાળી યુવતી હોટેલ સંચાલક સંજય કુંભાણીની પ્રેમિકા હતી એવું કહેવાયું છે. સોનુંએ 21મી તારીખે હોટેલની એ જ રુમમાં ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો, જયાં સંજય કુંભાણી તેણી સાથે એકાંત માણવા આવતો હતો. બનાવની જાણ થતાં હોટેલ પહોંચેલી પોલીસને બેડ ઉપર ઓશિકા નીચેથી ચિઠ્ઠી મળી આવી હતી.

યુવતીએ સ્યુસાઈડ નોટમાં લખ્યું કે આઇ એમ સોરી રોહિત ભૈયા, મેં ઐસા નહીં કરના ચાહતી થી પર મેં અંદર સે તૂટ ચૂકી હું. દિલ કી બાત કિસકો બતાઉ.. યે જો ભી હુઆ હૈ સંજય કી વજહ સે હુઆ હૈ. સંજકી વજહ સે આજ મે ઐસી કરને જા રહી હું.સંજયને મેરે સાથ જો ભી કિયા ગલત કિયા. હર ટાઇમ મુજે બહલાયા, આપકો પતા હૈ ઉસને મેરે સાથ ક્યા કિયા. યે સબ સોચને પર અબ મે જીંદા નહી રહના ચાહતી હું. મેરે ભૈયા પ્લીસ આપ મુજે અપની બહન માનતે હો મેરી લાશ કો નેપાળ મત ભેજના. યહી જલા દેના. ઔર મેરે ઘરવાલો કો કભી પતા ચલને મત દેના મેરે સાથ ક્યા હુઆ હૈ. અબ દર્દ સહન નહી કર શકતી.

રોજ રોજ ઘૂંટ ઘૂંટ સે જીને સે અચ્છા હે એક હી બાર મરુ. મૂઝે યહ સહી લગા ચો મે યેહી કદમ ઉઠાને જા રહી હું. મેં જીના ચાહતી થી. પર સંજયને મૂઝે મારા. જો જિલમે આયા વહી બોલા, સબ મેરે દિલ દિમાગ સે નહી જા રહા થા. યે સબ હોને કે બાદ મે જીના નહી ચાહતી થી. આજ જો કુછભી હુઆ હે યે સબ સંજય હૈ.આખીર ક્યૂ આપને મેરે સાથ ઐસા કિયા. આખીર ક્યૂ મેરી.. મેરી ક્યાં ગલતી થી મેને કભી ભી આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા. આપને હંમેશા મુજે બહલાયા યહાં તક કી આપને મુજે મારા, માં કો ગાલી દીયા ફિર ભી મે ચુપ રહી. આપ કો બોલા થા મેને મુજે અબ બહલાના મત, પર આપ કભી નહીં સુધરે. યે સબ દર્દ દિલ મે લેકર નહી જી શકતી. મેરે મરને કી વજહ આપ હો, બસ આપ.

યાદ રખના મે તો મર જાઉંગી, પર આપ જીન્દા હોકે ભી મરને કે બરાબર હો. જૈસે મે હરપલ તડપતી થી આપકે લીય. વૈસે હી આપ તડપેંગે, હરરોજ મેરે લીયે. આપને મેરે સાથ બહોત કુછ ગલત કીયા. આજ સે 6 મહીને પહલે જબ મે મા બનને વાલી થી, આપને અપને બચ્ચે કો દુસરો કે નામસે જોડ દિયા. મેરા બચ્ચા નહી હૈ બોલા. મજબુર હો કે મુજે વો બચ્ચા ગીરાના પડા. જબ મે મા બનને વાલી થી આપને મુજે મારા પીટા. મેરી માં કો ગાલી દી. મુજે બહલાયા યે સબ દર્દ લેકર મે કૈસે જીંદા રહુ. સબકો પતા હે આપને મેરે સાથ બહોત ગલત કીયા હૈ.

આજ મે જો કુછ ભી કરને જા રહી હું સિર્ફ આપકી વજહ સે, ‘આપ અમીર હો ભલે હી, પોલીસ આપકો માફ કરદે, પર મે કભી આપકો માફ નહીં કરૂગી, આપને બોલા થા, થાના(પોલીસ) મુજે કુછ નહી કર સકતી, પૈસા દેકે છૂટ જાઉગા, પોલીસ સે તો બચોગે પર ઉપર વાલે સે કેસે બચોગે, વો આપકો માફ નહીં કરેગા યાદ રખના, મરને કે બાદ ભી તુમ્હારે પીછે આઉગી યાદ રખના’.

વધુમાં આરોપી સંજય કુંભાણી સાથે નેપાળી યુવતીની વેસું વિસ્તારમાં મુલાકાત થઈ હતી. પછી બંને એકબીજાનો મોબાઈલ નંબર આપી ફોનથી વાત કરતા હતા. ત્યારબાદ તેમના વચ્ચે પ્રેમસંબધ બંધાયો હતો.બિટક્નેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા સતીષ કુંભાણી આરોપી કાસા બ્લેન્કા હોટલના માલિક સંજય કુંભાણીનો સગો ભાઈ છે. યુવતીએ સ્યુસાઇડ નોટમાં સંજય કુંભાણીને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.હોટેલિયર સંજય કુંભાણીની હવસનો શિકાર બનેલી નેપાળી યુવતીની આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં છલકાયું દર્દ, વાંચશો તો હચમચી જશો

error: Content is protected !!