વેરાઈ માતાના મંદિરે થયો ચમત્કાર, દેખાયા કંકુવાળા પગલા, લોકોની લાઈનો લાગી, જુઓ તસવીરો

વેરાઈ માતાના મંદિરે થયો ચમત્કાર, દેખાયા કંકુવાળા પગલા, લોકોની લાઈનો લાગી, જુઓ તસવીરો

ડભોઇ તાલુકાના વેરાઈ માતા વસાહત ખાતે આવેલ માતાજીના મંદિરમાં આજે વહેલી સવારે મંદિર પરિષદની બારીમાંથી માતાજીના કંકુવાળા પગલા દેખાતા દર્શન માટે લોકોની લાઈનો લાગી હતી. ભારતમાં ઘણા એવા દેવી દેવતાના મંદિરો છે દેવી-દેવતા ઉપર ભક્તોની આવા અનેક મંદિરો છે જે પોતાની વિશેષતાઓ અને ચમત્કારો માટે આખી દુનિયામાં પ્રખ્યાત હોય છે ભારતને શ્રદ્ધાળુ નો દેશ કહેવામાં આવે છે પણ ઘણીવાર લોકો જેને ચમત્કાર સમજે છે તે ખરેખર અંધશ્રદ્ધા પણ હોઈ શકે છે ત્યારે આવો જ એક કિસ્સો ડભોઇ તાલુકાના વેરાઈ માતાના મંદિરે ચમત્કાર જોવા મળ્યો હતો

વેરાઈ માતાના મંદિરે માતાજીના કંકુ વાળા પગલા દેખાતા ભાવિ ભક્તોએ ચમત્કાર થયો હોવાની વાત જાણવા મળી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં દોડી આવ્યા હતા. માતાજીના કંકુ પગલા અને દર્શન કરવા માટે હજારોની સંખ્યા માંથી ભાવિ ભક્તો ની ભીડ જામી હતી આ કંકુ પગલાની શરૂઆત બારીમાંથી કંકુ પગલાની શરૂઆત થતા ભક્તોએ ચમત્કાર ગણાવ્યો હતો સમગ્ર ઘટનાને લઈને આવી ભક્તોની ભીડ જામી હતી વેરાઈ માતાજીના પગલાં જોવા અને દર્શન કરવા માટે લોકો ચારે બાજુથી ભક્તોની ભીડ જામી હતી. મંદિરની બારીમાંથી કંકુના પગલાની શરૂઆત થતાં ભક્તોએ માતાજીનો ચમત્કાર ગણાવ્યો હતો

મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાનું વેરાઈ માતાજીનું વસાહત ખાતે આવેલું વેરાઈ માતાના મંદિરમાં સવારે બારીમાંથી વેરાઈમાંના કંકુ વાળા પગલા જોવા મળતા ભક્તો મોટી સંખ્યામાં ઉંટી પડ્યા હતા. જ્યારે આ વાતની જાણ સૌથી પહેલા પૂજારીને થઈ હતી જ્યારે પૂજારી સાફ-સફાઈ કરવા માટે આવ્યા એ દરમિયાન માતાજીના કંકુવાળા પગલા હોય એવું તેમને લાગ્યું

બાદમાં આ વાતની જાણ થતા ડભોઇ તાલુકામાં આગની જેમ ફેલાઈ ગઈ, જેના પગલે વહેલી સવારથી માતાજીના દર્શન કરવા માટે લોકોનું ટોળાના ટોળા આવી પહોંચ્યા હતા અને ભક્તોએ આ કંકુ પગલા નો ચમત્કાર જોઈને પૂજારી પાસેથી માતાજીના કંકુના પગલાનો તિલક કરાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.