ચોટીલા મંદિરે એક મહિલા સાથે થયો ચમત્કાર.. એક મિનિટ નો ટાઈમ કાઢી જરૂર વાચો
જન્માષ્ટમીના પર્વ પર ચોટીલામાં બિરાજતાં ચામુંડા માતાજીનાં દર્શન કરવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. તો બીજી તરફ મંદિરે દર્શનાર્થે આવેલી એક સગર્ભા મહિલાને ડુંગર ચડતી સમયે પ્રસૂતિની પીડા ઊપડતાં પગથિયાં પર જ બાળકીને જન્મ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને માતા-બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં બંનેની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.
ડુંગરનાં પગથિયાં પર જ પ્રસૂતિની પીડા ઊપડતાં બાળકીને જન્મ થયો હતો.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના ડુંગરે આજે હકડેઠઠ માનવ મહેરામણ દર્શન માટે માતાજીનાં ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચ્યો હતો. લોકોની અભૂતપૂર્વ ભીડ વધતાં મંદિરનો મુખ્યદ્વાર પણ થોડોક સમય બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ચોટીલા જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શન માટે આવેલી ગોધરાના મંડોડ ગામની રોશનીબેન નામની મહિલાને ડુંગરનાં પગથિયાં પર જ પ્રસૂતિની પીડા ઊપડતાં બાળકીને જન્મ થયો હતો.
બાળકીના જન્મ અંગે 108ની ટીમને જાણ થતાં ટીમ ઘટનાસ્થળ પર પહોંચી
બાળકીના જન્મ અંગે 108ની ટીમને જાણ થતાં ટીમ ઘટનાસ્થળ પર પહોંચી બાળકી અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ અંગે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી મહેશ શીશા અને પાયલોટ ગૌરવ રામાનુજે જણાવ્યું હતું કે આ મહિલાને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે પગથિયાં ચઢતા સમયે અડધા રસ્તે પ્રસૂતિનો દુખાવો ઊપડતાં ત્યાં જ બાળકીને જન્મ આપ્યો હતો.
લોકોની અભૂતપૂર્વ ભીડ વધતાં મંદિરનો મુખ્યદ્વાર પણ થોડોક સમય બંધ રાખવામાં આવ્યો હતો
અમે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલા અને નવજાત બાળકીને નીચે લઇ આવ્યાં હતાં અને નાળ હજુ જોડાયેલી હતી આથી એને 108 એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલે લઇ જવાયા બાદ મોડેથી રજા પણ આપી દેવામાં આવી હતી.. લોકોની અભૂતપૂર્વ ભીડ વધતાં મંદિરનો મુખ્યદ્વાર પણ થોડોક સમય બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ચોટીલા જન્માષ્ટમી પર્વ નિમિત્તે દર્શન માટે આવેલી ગોધરાના મંડોડ ગામની રોશનીબેન નામની મહિલાને ડુંગરનાં પગથિયાં પર જ પ્રસૂતિની પીડા ઊપડતાં બાળકીને જન્મ થયો હતો.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.