સગીરાને પરિવારમાંથી કોઈએ બનાવી ગર્ભવતી, ગર્ભવતી કરનારનું નામ જાણીને સમસમી જશો

સગીરાને પરિવારમાંથી કોઈએ બનાવી ગર્ભવતી, ગર્ભવતી કરનારનું નામ જાણીને સમસમી જશો

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 13 વર્ષની કિશોરી માતા બની છે. કિશોરીએ બાળકને જન્મ આપતા તેણી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. આ બનાવ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. કિશોરીએ ગોંડલ શહેરની સિવિલ હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તેને સાંભળીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં ફક્ત 13 વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપ્યો છે. પોલીસ તપાસ દરમિયાન તરુણીના મોટાબાપુએ મધ્યપ્રદેશ ખાતે તરુણી પર દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં ફરિયાદ બાદ મધ્ય પ્રદેશ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

યુવતીને જમવાનું આપવાની લાલચ આપી ઘરમાં બોલાવી
મધ્ય પ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામાં દાદા-દાદી સાથે રહેતી આદિવાસી પરિવારની તેર વર્ષની સગીરા પોતાના ઘર પાસે હાથમાં માત્ર રોટલી લઈ ઊભી હતી. ગરીબ પરિવારની આ બાળાને રોટલી સિવાય નસીબમાં અન્ય કોઈ અન્ન નહોતું. આ વેળા બાજુમાં જ રહેતા તેના મોટાબાપુ રમેશ નાનજી મેડાએ તરુણીને દાળ-શાકની લાલચ આપી ઘરમાં બોલાવતાં ઘરમાં ગયેલી માસૂમ તરુણી પર હવસી બનેલા મોટાબાપુએ દુષ્કર્મ ગુજાર્યુ હતું. દુષ્કર્મ બાદ તરુણી એટલી બધી ડઘાઇ ગઇ હતી કે કોઇને કશી વાત પણ કરી શકી ન હતી.

માતા-પીતા વિનાની તરુણી અનાથ જેવી હાલત રહેતી
ઘટનાની દર્દનાક બાબત તો એ છે કે તરુણીના પિતાનું સાત વર્ષ પહેલાં અવસાન થયું છે અને માતાએ બીજા લગ્ન કર્યા છે. પિતાના અવસાન બાદ માતા પણ બીજું ઘર કરી ચાલી ગઈ હોવાથઈ અનાથ જેવી હાલત અનુભવતી તરુણી તેના ભાઈ, ભાંડુ, દાદા સાથે રહેતા હતા. સમય પસાર થતા તરુણી ગર્ભવતી હોવાની પરિવારને જાણ થતાં બનાવ અંગે અલીરાજપુરના આઝાદનગર થાણામા પોલીસ ફરિયાદ થતાં પોલીસે દુષ્કર્મ આચરનાર મોટાબાપુ રમેશને ઝડપી લઇ જેલહવાલે કર્યો હતો.

તરુણી અને ફૂલ જેવી બાળકી હવે કાકા-કાકીના સહારે
આજે ઢગો રમેશ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. જ્યારે તરુણીએ ફૂલ જેવી તંદુરસ્ત બાળકીને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો છે. તેર વર્ષીય દીકરી ગર્ભવતી બનતાં હાલ હડમતાળામાં ખેતમજૂરી કરતાં તેનાં કાકા-કાકી દેખભાળ કરી રહ્યાં છે.