પ્રેમી સંબંધ બાંધવા માટે કરતો હતો પ્રેમિકા સાથે બળજબરી, ગુસ્સામાં મહિલાએ સૂતેલા પ્રેમીની ઉપર બેસી… ભર્યુ ખોફનાક પગલું

પ્રેમી સંબંધ બાંધવા માટે કરતો હતો પ્રેમિકા સાથે બળજબરી, ગુસ્સામાં મહિલાએ સૂતેલા પ્રેમીની ઉપર બેસી… ભર્યુ ખોફનાક પગલું

એક ખૂબ જ શોકિંગ અને હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક પરિણીત મહિલાએ તેના પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં મહિલાએ હત્યાને આત્મહત્યાનું સ્વરૂપ આપવા માટે પોલીસને ગુમરાહ કરી હતી. જોકે મોબાઈલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની પોલ ખુલી ગઈ હતી. જ્યારે હત્યાનું કારણ બહાર આવ્યું તો પોલીસ પણ ચોંકી ગઈ હતી.


પ્રાપ્ત વિગત મુજબ રાજધાની જયપુરમાં એક પરિણીત પ્રેમિકાએ તેના પ્રેમીની ગળું દબાવી હત્યા કરી નાખી. પ્રેમીની હત્યા કર્યા બાદ પ્રેમિકા કામ અર્થે ફેક્ટરીમાં ગઈ હતી. પોલીસને ચાર દિવસ પહેલા પ્રેમીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં તપાસ બાદ પોલીસે કડીથી કડી જોડતા હત્યાના આરોપી પ્રેમિકાની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે પોલીસની સામે સમગ્ર સત્ય ઉઘાડ્યું છે. આરોપી ગર્લફ્રેન્ડના કહેવા પ્રમાણે, તે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેથી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આરોપી મહિલાના તેના પ્રેમી સાથે બે વર્ષથી ગેરકાયદેસર સંબંધો હતા. પોલીસને આરોપીના મોબાઈલમાંથી અશ્લીલ વીડિયો મળી આવ્યો છે. પોલીસ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

જયપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પશ્ચિમ) રિચા તોમરે જણાવ્યું કે હત્યાની આ ઘટના 6 માર્ચે જયપુરના કરધની પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. હત્યાનો ભોગ બનનાર સુભાષ કુમાવત (27) બેનાડ રોડ પર ફકીરા નગરમાં ભાડાના મકાન સાથે રહેતો હતો. મૂળ તે જયપુરના ગોવિંદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ધોડસર ગામનો રહેવાસી હતો. સુભાષની હત્યા કરનાર તેની ગર્લફ્રેન્ડ વિનોદ કંવર પાસે આવેલા મકાનમાં રહેતી હતી. બંને વચ્ચે લગભગ બે વર્ષથી ગેરકાયદે સંબંધો હતા.


પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે 6 માર્ચના રોજ વિનોદના પતિ સવારે 7 વાગ્યે કામ પર જવા નીકળ્યા હતા. વિનોદ ઘરે એકલી હતી. એ પછી સુભાષ ત્યાં આવ્યો. આ દરમિયાન સુભાષે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. વિનોદે ના પાડતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. આના પર વિનોદે સુભાષના ગળા અને મોઢું દબાવી દીધુ હતુ, જેના કારણે તેનું મોત થયું હતું. બાદમાં વિનોદ સુભાષને ખેંચીને તેના રૂમમાં બારી પાસે સુવડાવ્યો હતો. તે પોતે ફેક્ટરીમાં કામ કરવા ગઈ હતી.


પૂછપરછ દરમિયાન વિનોદના પતિ અને તેના પરિવારના સભ્યોને પણ તેના અવૈધ સંબંધોની જાણ થઈ હોવાનું સામે આવ્યું હતું. વિનોદે પોલીસને જણાવ્યું હતું કે સુભાષ તેની સાથે બે વર્ષથી સંબંધ ધરાવે છે. તે તેને પોતાની સાથે રાખવાની વાત પણ કરતો હતો. આ અંગે તેના પતિને જાણ થઈ હતી. જેના કારણે વિનોદના પતિ સાથે અણબનાવ થયો હતો. આ અણબનાવને કારણે તેણે તેના પતિ વિરુદ્ધ દેહજનો કેસ પણ નોંધાવ્યો હતો.


વિનોદના પતિને સુભાષ પર શંકા જતાં તે તેની પત્નીને ગામ લઈ ગયો હતો, પરંતુ વિનોદે જીદ કરતાં તે જયપુર પાછો આવ્યો અને રહેવા લાગ્યો. પતિની ગેરહાજરીમાં સુભાષ તેના ઘરે આવતો હતો અને સંબંધ બાંધીને પાછો જતો હતો. આરોપી વિનોદે જણાવ્યું કે સુભાષ તેને છેલ્લા એક મહિનાથી ખૂબ જ પરેશાન કરી રહ્યો હતો. તેણે તેનો પોર્ન વીડિયો બનાવ્યો હતો. જો સંબંધ રાખવાની ના પાડે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.


આરોપી વિનોદે પોલીસને ગેરમાર્ગે દોરવામાં કોઈ કસર છોડી ન હતી. તેણે સાંજ સુધી હત્યા અંગે કોઈને જણાવ્યું ન હતું. સાંજે પતિને સુભાષને ચા પીવા માટે બોલાવવા મોકલ્યો હતો. પરંતુ જ્યારે વિનોદના પતિ સુભાષના રૂમમાં પહોંચ્યા તો તેમને તેમની લાશ મળી. આ અંગે તેણે મકાન માલિકને જાણ કરી હતી. મકાન માલિકે પોલીસ બોલાવી. પોલીસ સામે વિનોદ સાવ અજાણ જ રહી. પરંતુ જ્યારે પોલીસને સુભાષના મોબાઈલમાં વિનોદનો અશ્લીલ વીડિયો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે વિનોદની કડક પૂછપરછ કરી હતી. આનાથી તેણી ભાંગી પડી અને તેણીએ પોલીસને સત્ય કહ્યું. પતિ બહાર જતાં જ પરિણીતા અને પાડોશી મિટાવતા શરીરની ભૂખ, પણ એક દિવસ પરિણીતા પ્રેમની માથે ચડી ગઈ અને…