સાત દિવસ બાદ ગુમ મહિલા પ્રિન્સિપાલનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, હત્યારાનું નામ જાણી ચોંકી ઉઠશો

સેલવાસમાં રહેતા અને દમણની સરકારી નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યા થયાનો ખુલાસો થયો છે. કોલેજના એકાઉન્ટન્ટે જ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે લાશને કાર સાથે સળગાવી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સંઘપ્રદેશ પોલીસે આરોપી સાવન પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. કોલેજના મેસ ફંડ અને એડમિશન ફીમાં આરોપીએ કરેલી ગેરરીતિની જાણ પ્રિન્સિપાલને થઈ જતા આરોપીએ હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો થયો છે.

28મી તારીખે આરોપી સાવન પટેલે મહિલા પ્રિન્સિપાલ કનિમોઝી મુરુગમેની કારમાં લિફ્ટ માગી હતી. આરોપીએ કોલેજમાં થયેલી નાણાકીય ગેરરીતિ મામલે માહિતી આપવાનું કહી કારમાં લિફ્ટ લીધી હતી. ત્યારબાદ કારમાં જ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ વાપી શહેરના તરકપારડી પાસે કારને પાર્ક કરી પુરાવાનો નાશ કરવા માટે લાશ સહિત કારને આગ ચાંપી દીધી હતી. પોલીસે મહિલા પ્રિન્સિપાલનો સળગી ગયેલો મૃતદેહ અને કારને કબજે કરી છે.

કોલેજના મેસ ફંડ અને એડમીશન ફીમાં ગેરરીતિ થઈ હોય મૃતક પ્રિન્સિપાલે આરોપી પાસે જવાબ માગ્યો હતો અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવવાનો પ્લાન ઘડ્યો હોવાનો ખુલાસો થયો છે.

સેલવાસમાં રહેતા અને દમણની સરકારી નર્સિંગ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કનિમોઝી મુરુગમે 28 ફેબ્રુઆરીએ ગુમ થયા હતા. ‘નર્સિંગ કોલેજ જાવ છું’ તેમ જણાવી ઘરેથી નીકળ્યા બાદ કોલેજ પહોંચ્યા ન હતા. જે ગુમ થયાની તેમના પતિએ સેલવાસ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આજે વાપી દમણની સરહદ પર આવેલા તરકપારડી ગામ પાસે અવાવરું જંગલ વિસ્તારમાં એક કારમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની તપાસમાં લાશ મહિલા પ્રિન્સિપાલ કનિમોઝી મુરુગમેની જ હોવાનો ખુલાસો થયો છે. મહિલા પ્રિન્સિપાલની હત્યા મામલે પોલીસે સાવન પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

28મી ફેબ્રુઆરીના દિવસે જ આરોપી સાવન પટેલે પીડિતાને વિનંતી કરી હતી કે, નર્સિગ કોલેજમાં નાણાંની ઉચાપત કોણે કરી છે એ જણાવા માટે તેને કારની અંદર બેસવા માટે વિનંતી કરી હતી. મૃતકને જણાવે છે કે કોણે ભંડોળનો ગેરઉપયોગ કર્યો છે તેવા કહેવાના બહાને કારમાં બેસીને તેમના ઉપર કાબૂ મેળવી લીધો હતો અને તેને કારની અંદર જ હત્યા કરી દીધી હતી.મૃતકની ઓળખ ન થાય તે માટે કાર સાથે સળગાવી દીધી હતી.

દમણ નર્સિગ કોલેજના પ્રિન્સિપલની હત્યામાં રવિવારે સેલવાસ પોલીસે દમણ પટલારાના સાવન પટેલની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોલેજ સુધી અભ્યાસ કરનાર સાવન પટેલ અગાઉ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. એક વર્ષ અગાઉ જ તેઓ દમણની નર્સિગ કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરીમાં જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ બે માસ અગાઉ જ આરોપી સાવનના લગ્ન થયા હતા.

મૃતક કનીમોઝહી અરૂમુધમ છેલ્લા 15થી વધુ વર્ષથી સેલવાસ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. એક વર્ષથી તેમની દમણ નર્સિગ કોલેજમાં પ્રિન્સિપલના પ્રમોશન સાથે બદલી થઇ હતી. મૃતક હાલ સેલવાસના ટોકરખાડા સ્થિત સ્ટાફ કવાર્ટસમાં એકલી જ રહેતી હતી. જ્યારે તેમનો પતિ મનીરમન અને બે સંતાન વતન પોડિંચેરીમાં રહેતા હતા. મૃતક મહિલાના પતિએ જણાવ્યું કે, કનીમોઝહી બંને સંતાનને ખૂબ જ પ્રેમ અને કેર કરતી હતી.જોકે, બનાવની જાણ થતા મૃતકના પતિ સેલવાસ પહોંચ્યા હતાં.

સેલવાસ કોલેજમાં 15 વર્ષ સુધી નોકરી કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તેમની દમણ નર્સિગ કોલેજમાં બદલી થઇ હતી. પ્રશાસન તરફથી કાર અને ડ્રાઇવરની સુવિધા ઉપલબ્ધ ન કરાતા તેઓ પોતે પોતાની કાર ડ્રાઇવ કરીને કોલેજ જતા હતા. કોલેજનો કેટલોક સ્ટાફ તેમની સાથે ખરાબ વ્યવહાર રાખતા હતા તેઓ ઇચ્છતા ન હતા કે મારી પત્ની કોલેજમાં પ્રિન્સિપલ તરીકે રહે. મળેલી માહિતી મુજબ કોલેજમાં પાંચ લાખના નાણાંકીય દુવ્યવહારનો આક્ષેપ કરાયો છે જે તદ્દન પાયાવિહોણો છે. મારી પત્નીને મહિને બે લાખ સેલેરી મળે છે તો તેઓ સાથે માટે પાંચ લાખની ગરબડીમાં પડે. પોલીસ જો તપાસ કરે તો અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે. > મનીરમન, મૃતક આચાર્યાના પતિ’નર્સિંગ કોલેજ જાવ છું’ તેમ કહી ઘરેથી નીકળ્યા હતા મહિલા પ્રિન્સિપાલ, સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો, ગેરરીતિ મામલે તપાસ શરૂ કરતા મોત મળ્યું, ગુજરાતનો અરેરાટીભર્યો બનાવ

error: Content is protected !!