પતિના તેની ફોઈની દીકરી સાથે બંધાયા સંબંધ, પત્નીએ ગંદુકામ કરતાં ઝડપી પાડ્યા

પતિના તેની ફોઈની દીકરી સાથે બંધાયા સંબંધ, પત્નીએ ગંદુકામ કરતાં ઝડપી પાડ્યા

વડોદરામાં અમાનવીય અત્યાચાર ગુજારતા સાસરીયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. મહિલા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિના તેની ફોઈની દીકરી સાથે પ્રેમસંબંધ ધરાવતો હોય, તેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ સળગાવી દેવાની ધમકી પણ આપી હતી.

લગ્નના એક મહિના બાદથી ત્રાસ આપવાનું શરૂ કર્યું
શહેરના આજવા રોડ ઉપર રહેતી 20 વર્ષીય સાઇદાબાનુએ (નામ બદલ્યું છે ) ફરિયાદ નોંધાવી હતી કે, હાલ હું મારા પિતાને ત્યાં ઓશિયાળું જીવન વ્યતિત કરું છું. મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ મારા લગ્ન અશદ શબ્બીર શેખ ( રહે – અંબિકા શેરી, ઉમરવાડા, સુરત) સાથે થયા હતા. લગ્નના એક મહિના બાદ સાસરિયાઓએ શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પતિના તેની ફોઈની દીકરી સાથે પ્રેમ સબંધ ધરાવતો હોય, મેં તેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

દહેજ પેટે રૂપિયા 5 લાખની માંગણી કરી
ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે, આ વાતની જાણ સાસુ-સસરાને કરતા તેઓએ જણાવ્યું હતું કે, તારા પતિનો તેની સાથે પ્રેમ સંબંધ છે. અને તેની સાથે જ લગ્ન કરવાના હતા. પરંતુ છોકરી પક્ષ તરફથી સહમતી મળી ન હતી. તેના પ્રેમસંબંધ વિષે અમને ઘણા સમયથી ખબર છે. તારે અહીં રહેવું હોય તો સહન કરવું પડશે. મારી તબિયત લથડતા મારો ભાઈ મને તેડવા આવ્યો હતો. આ દરમિયાન સાસરીયા દહેજ પેટે રૂપિયા 5 લાખની માંગણી કરી તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. બે દિવસ બાદ મારો ભાઈ મને સાસરીમાં પરત મુકવા આવતા રૂપિયા 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. અને રૂપિયા ના લાવ્યો હોય તો તારી બહેનને પાછી લઈ જા તેમ જણાવી મારા ભાઈને અને મને સળગાવી દેવાની ધમકી આપી હતી.

અપશબ્દો બોલી ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરી
સાઇદાબાનુએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સાસરિયાઓએ જણાવ્યું હતું કે, તું શ્યામ છે મારા પુત્રને સંતાન નથી જોઈતું તારે જોઈએ તો આશ્રમમાંથી લઈ આવ” તેમ જણાવી અપશબ્દો બોલી ગળું દબાવી મને મારી નાખવાની કોશિશ કરી હતી. જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ કરતા સમાજના વડીલોએ સમાધાન કરાવ્યું હતું. જોકે ત્યારબાદ પતિ પલંગ પર સૂઇ જતો હતો. અને મને જમીન પર ઊંઘાડતો હતો. અને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી ગડદાપાટુનો મારમારી દહેજ પેટે રૂપિયા 5 લાખની માંગ કરતા હતા.

પતિ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ
દહેજ ભુખ્યા સાસરીયાઓના ત્રાસનો ભોગ બનેલી સાઇદાબાનુની ફરિયાદના આધારે મહિલા પોલીસે પતિ અસદ શેખ અને સાસુ તથા સસરા વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે