ગુજરાતનો હચમચાવી દેતો બનાવ, લગ્ન મળેલી ગિફ્ટ ખોલતા જ થયો જોરદાર બ્લાસ્ટ, બહેનના પૂર્વ પ્રેમીએ ટેડી બિયર મોકલ્યું હતું

ગુજરાતમાં એક હમચચાવી દેતો ફિલ્મને ટક્કર મારે એવો બનાવ સામે આવ્યો છે. નવસારીના મીંઢાબારીમાં ગિફ્ટમાં બ્લાસ્ટ પ્રકરણમાં વરરાજાની સાળીના પૂર્વ પ્રેમી રાજુએ પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. રાજુ પહેલાથી જ પ્રેમિકાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જેના પગલે તેણે ટેડી બિયરની ગિફ્ટ દ્વારા પોતાની પ્રેમિકાને મારવાનો પ્લાન ઘડ્યો હોવાની સંભાવના વધુના પિતાએ વ્યક્ત કરી છે.

પણ ભૂલથી ગિફ્ટ વરરાજાએ ખોલતા અને ચેક કરતાં બ્લાસ્ટ થયો હતો અને તેને પોતાની આંખો અને પંજો ગુમાવવાનો વારો આવ્યો હતો. ઉપરાંત તેમના 3 વર્ષિય ભત્રીજાને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. જો કે વાંસદા પોલીસે આરોપી રાજુ પટેલની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

ડિટોનેટર ફિટ કરી પ્રેમિકાને ઉડાવવાની કોશિશ કરી હોવાની સંભાવના
હાલમાં એક તરફી પ્રેમમાં પ્રેમીઓ છેલ્લી હદ વટાવતા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. ગ્રીષ્મા વેકરીયા પ્રકરણમાં આરોપી ફેનીલ ગોયાણીને હાલમાં જ ફાંસીની સજા થઈ છે અને તેના પ્રકરણની શાહી સુકાઇ નથી ત્યાં ફરિવાર પોતાની પ્રેમિકાને જાનથી મારી નાખવાનો કારસો ઘડાયો હોય તેવી શક્યતાઓ પેદા કરતો કિસ્સો નવસારીના મીંઢાબારીમાંથી પ્રકાશમાં આવ્યો છે.

જેમાં વરરાજા લતેશ ગાવિતની સાળીના પૂર્વ પ્રેમી રાજુએ ગિફ્ટમાં સંભવિત ડિટોનેટર ફિટ કરીને પ્રેમિકાને બ્લાસ્ટથી ઉડાવવાની કોશિશ કરી હોવાનો આક્ષેપ લતેશના સસરાએ લગાવ્યો છે. પરંતુ નિયતિને કંઈક ઓર જ મંજૂર હોય તેમ વરરાજા લતેશ ગાવિત ગિફ્ટની આડે આવ્યો હતો અને પોતાની બંન્ને આંખ અને પંજો ગુમાવ્યો છે.

વાંસદા પોલીસે આરોપીની અટકાયત કરી
આ સમગ્ર પ્રકરણમાં આરોપી રાજુએ ભૂતકાળમાં પ્રેમિકા જાગૃતિને વોટ્સએપ પર મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે અગાઉ પોલીસ ફરિયાદ પણ કરી હતી. માત્ર 6 દિવસના લગ્ન જીવનમાં પોતાની આંખ ગુમાવનારા વરરાજા લતેશને તેના સસરાએ પોતાની આંખ ડોનેટ કરવાની તૈયારી બતાવી છે. હાલમાં વાંસદા પોલીસે આરોપી રાજુની અટકાયત કરીને આ કેસમાં તપાસ શરૂ કરી છે.

શું હતો સમગ્ર મામલો?
નવસારીના વાંસદાના મિંઢાબારી ગામે ગઇકાલે મંગળવારે સવારે નવપરિણીત યુવક લતેશ પોતાના લગ્નની ગિફ્ટ ખોલી રહ્યો હતો. તે સમયે એક ટેડીબેર જેવું ગિફ્ટ ચેક કરવા જતાં અચાનક તેમાં ધડાકો થયો હતો, જેમાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

બ્લાસ્ટ બાદ નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને એફએસએલની મદદ લઈ બ્લાસ્ટમાં વપરાયેલા સાધનોની તપાસ કરવામાં આવી હતી.મોટી બહેનના પ્રેમીએ ગિફ્ટ મોકલી, ખોલતા જ થયો બ્લાસ્ટ, આખું ગામ ધ્રુજી ઉઠ્યું, જુઓ તસવીરો

error: Content is protected !!