પ્રેમીએ બ્લેકમેલિંગ કરતા યુવતીએ હચમચાવી દેતી સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું, 3 વર્ષથી હતું અફેર

પ્રેમીએ બ્લેકમેલિંગ કરતા યુવતીએ હચમચાવી દેતી સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું, 3 વર્ષથી હતું અફેર

28 વર્ષીય નર્સ ઉષાને પોતાના પ્રેમી દ્વારા બ્લેકમેલિંગ કરવામાં આવતા ઘણી જ પરેશાન હતી. બોયફ્રેન્ડની શંકા કરવાની આદતે તેને પરેશાન કરી દીધી હતી. તેના વર્કિંગ અવરમાં વીડિયો કોલ કરીને જાણવાનો પ્રયાસ કરતો કે તે બીજા કોઈની સાથે તો નથી ને. ફોન ન ઉઠાવે તો તેના અંગત ફોટા જાહેર કરવાની ધમકી આપતો હતો. આ બધી વાતથી કંટાળેલી ઉષાએ અંતે પોતાનો જીવ આપીને છુટકારો મેળવ્યો છે. આ મહત્વના ખુલાસા ઉષાની એક ફ્રેન્ડે કર્યા છે.

20 જૂનનાં રોજ ઉષાએ પોતાના રૂમમાં સુસાઈડ કરી લીધું. પોતાની સુસાઈડ નોટમાં તેને ‘અમિત ટોપ્પો’નો ઉલ્લેખ કરતા તેને જ પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યો હતો. આ ઘટનાને લઈને ફુલવારી શરીફ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ છે. કેસની તપાસ અધિકારી (IO) અનુપ્રિયાના જણાવ્યા મુજબ, અમિત ટોપ્પોની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. આ મામલો બિહારના પટનાની AIIMSનો છે.

ઉષા હંમેશા ખુશ રહેનારી યુવતી હતી- સહકર્મી
ઘટનાની તપાસ કરવામાં આવતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. AIIMSમાં જ ઉષાની એક સહકર્મીએ ઓળખ છુપાવવાની શરતે જાણકારી આપી કે, ‘તે હંમેશા ખુશ રહેનારી અને બીજાને સહયોગ કરનારી યુવતી હતી. અમિત ટોપ્પો સાથે તેની મુલાકાત સોશિયલ સાઈટ પર થઈ હતી. બંનેમાં લગભગ 3 વર્ષથી અફેઅર હતું, પરંતુ અહીં ઘણાં મહિનાથી અમિત તેને હેરાન કરવા લાગ્યો હતો.’

સહકર્મીના જણાવ્યા મુજબ, અમિત વર્કિંગ અવરમાં ફોન નહીં ઉઠાવવા પર ગાળાગાળી કરતો હતો. ગમે ત્યારે કોલ કરતો હતો અને ઈચ્છતો હતો કે ઉષા તેની સાથે વાત કરે. તે જો એમ કહેતી કે ઓફિસમાં કામમાં વ્યસ્ત છે તો વીડિયો કોલ કરીને ચેક કરતો કે તે સાચું બોલે છે કે નહીં. તેના પર હંમેશા શંકા કરતો હતો કે ઉષા કયાંક કોઈ ડોકટરના પ્રેમમાં તો નથી પડી ગઈને. ફોન રિસીવ ન કરતી તો કહેતો કે તું બીજા કોઈને પ્રેમ કરવા લાગી છો અને હાલ પણ કોઈ બીજાની સાથે જ છો.

ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો
સહકર્મીએ જણાવ્યું કે અમિતની પાસે ઉષાના કેટલાંક ફોટો-વીડિયો હતા, જેને લઈને તે હંમેશા ધમકી આપતો હતો. કહેતો હતો કે જો ઉષા તેની વાત નહીં માને અને કોલ રિસીવ નહીં કરે તો તે ફોટાને સાર્વજનિક કરી દેશે. ઉષાનું જીવન બરબાદ કરી દેશે.

અમિતની ધમકીઓને કારણે ઉષા હંમેશા ડરેલી રહેતી હતી. પોતાના જીવનને હંમેશા કોસતી હતી અને ઉદાસ રહેતી હતી. તે એ દિવસને સૌથી ખરાબ માનતી હતી જ્યારે તે અમિત ટોપ્પોને મળી હતી. તેને શું ખબર હતી કે ઓનલાઈન મળનારો પ્રેમ એક દિવસ તેના જીવનના અંતનું કારણ બનશે.

ઉષાના પિતા વિલચૂસ લકડાએ ફોન પર ભાસ્કરને જણાવ્યું કે તેમની દીકરીના ફોનની તપાસ કરવામાં આવે તો બધું જ સત્ય સામે આવી જશે. તેમને પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ કરતા પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે આજીજી કરી છે.

ઝારખંડના ગુમલાની રહેવાસી હતી ઉષા
ઉષા રાની લકડા મૂળરૂપે ઝારખંડના ગુમલા જિલ્લાના ચેરો ગામની રહેવાસી હતી. તે પટનામાં AIIMSમાં નર્સ તરીકે કામ કરતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી ફુલવારી શરીફના વૃંદાવન કોલોનીમાં રહેતી હતી. ગત સોમવારે બપોરે ફુલવારી શરીફ પોલીસને જાણ થઈ હતી કે ઉષાએ પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી છે.

ઘટના સ્થળે પોલીસ પહોંચી જે બાદ મૃતકની બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં ‘સોરી મા, સોરી બાબા, મારા મરવાનું કારણ માત્રને માત્ર અમિત ટોપ્પો છે, સન ઓપ શીતલ ટોપ્પો’ લખ્યું હતું. વડોદરા બાદ વધુ એક દીકરીએ પ્રેમીથી પરેશાન થઈને મોતને વ્હાલું કર્યુ, સુસાઈડ નોટમાં- મારા મોત માટે ‘અમિત’ જવાબદાર