ભાડાના મકાનમાં પત્ની તરીકે રાખી યુવતી સાથે અનેકવાર બાંધ્યા શરીર સંબંધો, અને પછી…

સુરત શહેરમાં મહિલા અત્યાચારની ઘટનાઓ સતત થઈ રહ્યો છે વધારો અને તેમાં પણ મહિલાઓનું શારીરિક શોષણનીફરિયાદ સતત પોલીસ મથકે નોંધાઈ રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા નવાગામ ખાતે રહેતી પરિણીતાને લગ્ન કરવાનો ભરોસો આપી શારીરિક સંબંધ બાંધી તેનું શારીરિક શોષણ કરતો હતો. જોકે આ મહિલાએ લગ્ન માટે આ યુવક પર દબાણ કરતા યુવતીએ બીજા લગ્ન કરી લીધા હતા.

મહિલાએ સમગ્ર મામલે સુરતના ડિંડોલી પોલીસ મથકના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી
અને જે રીતે મહિલા દબાણ કરતી હતી તેને લઈને તેને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેને લઇને શારીરિક શોષણનો ભોગ બનેલી આ મહિલાએ સમગ્ર મામલે સુરતના ડિંડોલી પોલીસ મથકના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અવારનવાર સંબંધ બાંધ્યા
ડિંડોલી પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નવાગામ ડિંડોલી નંદનવનની બાજુમાં આવેલી સ્વસ્તિક સોસાયટીમાં રહેતા પ્રકાશ અશોક આહિરે સીમા(નામ બદલેલ છે) સાથે જાતિય શોષણ કર્યુ છે. સીમાને પ્રકાશે લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો. હું તારી સાથે જ રહીશ અને બીજા લગ્ન કરવાનો નથી અને તારી સાથે જ લગ્ન કરી તારા બાળકોનું પાલન પોષણ કરીશ તું મને તારો પતિ સમજ તેમ કહી સીમાને પત્ની તરીકે રાખી ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. જેથી સીમાએ તેના પર ભરોસો કરી તે પોતે તેના બાળકો સાથે પ્રકાશ સાથે રહેવા લાગી હતી. ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાનો ભરોસો આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતાં.

બીજા લગ્ન કરી દગો આપ્યો
જો કે, 20 દિવસ પહેલા પ્રકાશ સીમાને હું બીજા લગ્ન કરવાનો છું અને તેને પણ સાથે રાખીશ તેવું કહ્યું હતું. જેથી સીમાએ પ્રકાશને કહ્યું હતું કે, તું પણ મારી સાથે લગ્ન કરી લે પરંતુ પ્રકાશ સીમાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સીમા તેના માતા-પિતાના ઘરે આવી માર માર્યો હતો. સીમાને તેમજ તેના બાળકોને જીવતા નહી છોડું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બીજા લગ્ન કરી લઈ સીમાને દગો આપ્યો હતો. આ અંગે પ્રકાશ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.’તું મને તારો પતિ સમજ’, એમ કહી અને લગ્નની લાલચ આપીને યુવકે મહિલા સાથે અનેકવાર શારીરિક સુખ માણ્યું, ને બીજી સાથે લગ્ન કરી લીધા

error: Content is protected !!