છૂટાછેડા લીધેલી મહિલાનું દિલ આવ્યું સગીર યુવક પર, બળજબરીથી કરી લીધા લગ્ન, ને ભગાડીને ગઈ

શહેરમાં હવે આડા સંબંધોના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. શહેરમાં દરરોજ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, જેનાથી સામાજિક વ્યવસ્થા પણ જોખમમાં મુકાઈ શકે છે. આજે પણ શહેરમાં એક આવી જ અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં એક છૂટાછેડા લીધેલ 32 વર્ષની મહિલા 16 વર્ષના કિશોરને દિલ દઈ બેઠી હતી.એટલું જ નહીં મહિલાએ સગીર યુવક સાથે બળજબરીથી લગ્ન કરી લીધા હતા અને તેની ભગાડી પણ લઈ ગઈ. હાલ આ મામલે કિશોરના પિતાએ આરોપી મહિલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ અપહરણ સહિતની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશનાં સિંગરૌલીમાં 18 મેના રોજ સરપંચના આદેશ પર 32 વર્ષની મહિલાના 16 વર્ષની કિશોર સાથે બળજબરીથી લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. આ મામલે નવો વળાંક આવ્યો છે. ગામ ખુટ્ટારના દક્ષિણ ટોલાનું છે, જેમાં કિશોરના પિતાએ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને બાળ અધિકાર સંરક્ષણ આયોગને ફરિયાદ કરી હતી.

મહિલા તેના સગીર પતિ સાથે ભાગી ગઈ
ગુરુવારે જ્યારે કમિશનની ટીમ કિશોરને બચાવવા પહોંચી ત્યારે મહિલા તેના સગીર પતિ સાથે ભાગી ગઈ હતી. ત્યાર બાદ કમિશનના સભ્ય બ્રજેશ ચૌહાણે આરોપી મહિલા અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ અપહરણ સહિતની ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પરિવારના સભ્યો પણ ગુમ છે.

કદાચ મહિલા અને તેના પરિવારજનોએ કિશોરને ક્યાંક બંધક બનાવી રાખ્યો છે. ચિલ્ડ્રન કમિશને આ કેસમાં કિશોરના લગ્ન રદ કરવા માટે માર્ગદર્શન આપ્યુ હતું. મહિલાને ઝડપવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે.

સરપંચ સાથે મળીને રચ્યું ષડયંત્ર
કિશોરના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે છૂટાછેડા લીધેલ મહિલા તેમના જ સમાજની હતી. પહેલા તો તેમના પુત્રના પોતાના સંબંધીની છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જ્યારે તેમણે ના પાડી તો તેણે સરપંચની ધાક બતાવી. ત્યારપછી જ્યારે મામલો થાળે પડ્યો ત્યારે સરપંચ બાલ મુકુંદ સિંહે સમાજની સામે બેસી પંચાયત ભરી હતી.

આ પછી, સરપંચની સામે મહિલાએ આરોપ લગાવ્યા કે તેનો સગીર દીકરો તેની સામે ગંદી નજરેથી જુએ છે. ત્યાર પછી સરપંચે મહિલા સાથે લગ્ન કરવાના આદેશ આપ્યા હતા. લગ્ન ન કરવા માટે સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. 18 મે 2022 મા રોજ મહિલા અને તેના પરિવારના સભ્યોએ તેના કિશોર સાથે બળજબરીથી લગ્ન કરાવી લીધા હતા.

અપહરણની કલમ હેઠળ ગુનો નોંધવા સૂચના આપી હતી
કિશોરના પિતાએ ચિલ્ડ્રન કમિશનમાં ફરિયાદ કરી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. બાળ આયોગે આ મામલામાં સરપંચ બાલ મુકુંદ સિંહની સામે મહિલા અને તેના પરિવારના સભ્યો સામે પોલીસને ગુનો નોંધવા સૂચના આપવામાં આવી હતી.

મહિલા આને બાળ વિકાસ વિભાગે ત્રણ સભ્યોની ટીમની રચના કરી છે. જ્યારે, પોલીસે એક સ્પેશિયલ યીમની રચના કરીને કિસોર અને મહિલાની શોધખોળ કરી રહી છે. બાળ આયોગે પણ પોલીસને આ કેસમાં અપહરણની કલમ હેઠળ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.શોકિંગ બનાવ, છૂટાછેડા લીધેલી મહિલા સગીરને યુવકને દિલ દઈ બેઠી, લગ્ન કરી 16 વર્ષના પતિને લઈને 32 વર્ષની પત્ની થઈ ગઈ ફરાર

error: Content is protected !!