સ્વરૂપવાન યુવતી હિન્દુ તરીકે ઓળખ આપી પહેલા લગ્નની લાલચ આપતી, પછી ન્યૂડ થઈ શરુ કરતી પોતાનો અસલી ખેલ

સેનાનો જવાન હની ટ્રેપમાં ફસાયાની ઘટના સામે આવી છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIની મહિલા એજન્ટે અત્યારસુધીમાં 10 લોકોને ષડયંત્રમાં ફસાવ્યા છે. સૈનિકોને ફસાવતા પહેલા તેને ભાષા અને રીતરિવાજને લગતી તાલીમ આપવામાં આવે હતી. તે એક હિન્દુ મહિલા તરીકે કામ કરે છે. જેથી સેનાના જવાનો સરળતાથી તેની જાળમાં ફસાઈ જાય. તેને મારવાડી અને પંજાબી ભાષામાં બોલવા તાલીમ આપવામાં આવી હતી. જોધપુરમાં ફરજ પર રહેલા ગનર પ્રદીપ કુમાર સાથે પણ આવી ઘટના બની હતી. અત્યારે પ્રદીપ બે દિવસના રિમાન્ડ પર છે.

તાજેતરમાં જોધપુરમાંથી હનીટ્રેપને લગતો મોટો ખુલાસો થયો છે. તેમા જાણવા મળ્યું છે કે પાકિસ્તાન આર્મીની મિલિટરી ઇન્ટેલિજન્સ ભારતીય સેનાના કર્મચારીઓ અને નવા અધિકારીઓને ફસાવવા માટે સિંધ હૈદરાબાદમાં ટંડો ઝાનિયા પાસે આર્મી કેન્ટથી એક મોડ્યુલ ચલાવી રહી છે. તેનું નામ હૈદરાબાદ મોડ્યુલ છે. આ મોડ્યુલમાં સ્થાનિક વેશ્યાઓ, ગરીબ છોકરીઓ, કોલેજની છોકરીઓને રાખવામાં આવી છે.

તેમને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ (PIO) દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. આ મહિલાઓ એટલી હોશિયાર હોય છે કે સ્થાનિક ભાષામાં વાત કરી હિંદુ દેવી-દેવતાઓની તસવીરો બતાવી પોતાને હિંદુ હોવાનું સાબિત કરે છે અને સૈનિકોને પોતાની ચુંગાલમાં ફસાવે છે. લગ્ન કરવાનો ડોળ પણ કરે છે. ત્યાર બાદ સેક્સટોર્નનો શિકાર બનાવે છે. અને પછી શરૂ થાય છે બ્લેકમેઇલિંગનો ખેલ. છેવટે સૈનિકોનું બ્લેકમેઇલિંગ કરી દેશ સાથે ગદ્દારી કરવા તેમને મજબૂર કરે છે.

હિંદુ-દેવી દેવતાઓની તસવીર દેખાડે છે
જોધપુર સૈન્ય ક્ષેત્રમાંથી ત્રણ દિવસ અગાઉ ધરપકડ કરાયેલ ગનર પ્રદીપ કુમાર પાકિસ્તાની મહિલા એજન્ટ રિયાની જાળમાં ફસાઈ સંપૂર્ણ માહિતી આપી હતી. ભારતીય સેનાની ગુપ્તચર માહિતી હાંસલ કરવા માટે પાકિસ્તાન સેનાની ઈન્ટલિજન્સ યુનિટ 412 સિંધના હૈદરાબાદથી હનીટ્રેપ મોડ્યુલ લોંચ ક્યું છે.

આ મોડ્યુલના નિશાન પર રાજસ્થાન અને ગુજરાત બોર્ડરના સૈન્ય છાવણી પર કામ કરી રહેલા જવાન છે. આ માટે પાકિસ્તાનની મહિલા એજન્ટ્સ લગ્નની લાલચ આપી હિન્દુ દેવી-દેવતાઓની તસવીરો દેખાડી સેનાના જવાનોને પોતાની જાળમાં ફસાવે છે. જાળમાં ફસાવી તે ન્યૂડ કોલિંગથી જવાનનું રેકોર્ડિંગ કરી તે ગુપ્ચતર માહિતી કઢાવવા માટે બ્લેકમેઇલ કરે છે.

રિયાએ અત્યારસુધી 10 હની ટ્રેપ કર્યાં
PIOPમાં તાલીમ બાદ આ છોકરીઓને હોટેલોમાં રૂમ બુક કરી મેકઅપ કિટ આપવામાં આવે છે. યુવતીઓને રિયા, પૂજા, અવની, અનિકા, હરલીન, મુસ્કાન જેવાં નામ આપી હિંદુ ઓળખ આપવામાં આવે છે. પ્રદીપને હનીટ્રેપમાં ફસાવનારી મિલિટરી નર્સિંગ સર્વિસની નર્સ બની રિયા અત્યારસુધીમાં 10 લોકોને ફસાવી ચૂકી છે.

એજન્ટ બનાવવામાં આવેલી આ યુવતીઓ પાકિસ્તાની સેનાના કેપ્ટન રેન્કના અધિકારીઓને આધીન કામ કરે છે. તે સોશિયલ મીડિયામાં ઓપન સોર્સ ઈન્ટેલિજન્સના માધ્યમથી સોશિયલ મીડિયા પર ભારતીય સેના, પોલીસ, રેલવે, BSF સાથે સંકળાયેલા લોકોની ઓળખ કરી તેમના ID આપે છે.

હોટલના રૂમમાં નાનું મંદિર બનાવી શિવ પાર્વતી અથવા અન્ય દેવી-દેવતાઓના ફોટો લગાવી પૂજા ઘર બનાવે છે. ત્યાર બાદ સામાન્ય વીડિયો કોલ અને ત્યાર બાદ ન્યૂડ કોલ કરી બ્લેકમેઇલ કરે છે. મહિલા સામાન્ય રીતે સાડી અને સલવાર કુર્તી પહેરે છે અથવા નર્સિંગ સર્વિસનો યુનિફોર્મમાં જવાન સાથે મારવાડી અથવા પંજાબી ભાષામાં વાતચીત કરે છે.

કેટલીક છોકરીઓ તો ગુજરાતી ભાષામાં પણ વાત કરતી પકડાઈ ગઈ છે. તેમને સ્થાનિક ભાષા શીખવવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય મોબાઈલ નંબર +91નો વ્હોટ્સઅપ બનાવવા માટે સામાન્ય નાગરિકો સાથે મિત્રતા કેળવે છે. OTP પ્રાપ્ત કરી લોકલ નંબરનો વ્હોટ્સઅપ શરૂ થઈ જાય છે.

બિટકોઈનમાં નાણાં ટ્રાન્સફર થાય છે
ન્યૂડ વિડિયો રેકોર્ડથી ગભરાઈ ગયેલા યુવકે મહિલા એજન્ટ સામે આત્મસમર્પણ કરી લેતા. ત્યાર બાદ તે સેનાના ગુપ્ત દસ્તાવેજો માગવા લાગે છે. ગુપ્ત દસ્તાવેજો સામે ચુકવણી કરવા માટે ભારતમાં બિટકોઈનમાંથી સ્લીપર સેલમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સ્લીપર સેલ કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ મૂકીને અથવા નકલી ID વડે બનાવેલ Paytm દ્વારા જવાનના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.તસવીરોમાં દેખાતી ભોળી અને રૂપાળી છોકરીથી થઈ જજો સાવધાન! અત્યાર સુધીમા અધધધ લોકોને ફસાવી ચૂકી છે પોતાની જાળમાં, હિંદુ-દેવી દેવતાઓની તસવીરો પણ દેખાડતી

error: Content is protected !!