વડોદરામાં ઘરના બારણા પાસે રમતો હતો બાળક, રાંધણ ગેસની બાટલાવાળી ગાડીનું ટાયર ફરી વળતા મોત, પરિવારની હસી મિનિટોમાં મરણચીસોમાં બદલાઈ

એક હ્રદય કંપાવી દેતો અને અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. વડોદરા શહેરની પોરની આશીષ સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીની મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડીના ડ્રાઈવરે રિવર્સમાં ગાડી હંકારી 2 વર્ષના માસુમ બાળકને અડફેટે લેતા તેનું ટાયર નીચે માથુ આવી જવાથી ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ગાડીના ચાલકની વરણામા પોલીસે ધરપકડ કરી હતી. લોકો ડ્રાઈવરની બેદરકારીને પગલે ફિટકાર વરસાવી રહ્યા છે

મળતી માહિતી અનુસાર મૃતકના પિતા નિખીલભાઈ કાંતીભાઈ ગાંધી (37) પોર કોઠારી ક્રિષ્ટલ કોમ્પલેક્ષમાં મહાદેવ ઈલેક્ટ્રીકલ નામની દુકાન ચલાવે છે. પિતાએ જણાવ્યું હતું કે, હું મંગળવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ મારૂ બાઈક લઈને દુકાને આવ્યો હતો.

ઘરે પત્ની વૈભવી અને 2 વર્ષનો દિકરો જૈનીલ ગાંધી અને દિકરી હેત્વી હતા. દુકાન પર બપોરે સવા બાર વાગે મારી પત્નીનો મારી પર ફોન આવ્યો અને તેને જણાવ્યું કે, દિકરો જૈનીલ બપોરના 12 વાગે ઘરેથી નીકળી ઘરની સામે રહેતા કાકા અશોકભાઈના ઘરે જઈ રહ્યો હતો.

દરમિયાન સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીની પીકઅપ ગાડી બોટલ આપવા આવી હતી. ડ્રાઈવરે ગાડી રીવર્સમાં પુરઝડપે હંકારતા જૈનીલ અડફેટે આવ્યો હતો. જેમાં ગાડીનું પાછળનું ડ્રાઈવર સાઈડનું પૈડુ જૈનીલના મથા પર ચઢાવી દેતા તેનું માથુ ફાટી ગયું હતું. અને તે સ્થળ પર જ મૃત્યું પામ્યો હતો.

આ ઘટનાની જાણ થતા વરણામા પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોચી હતી. અને કારના ડ્રાઈવરના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ સોસાયટીમાં મૃતકની માતા-પિતા સહિત સમગ્ર પરિવારના આક્રંદ થી માહોલ ગમગીન બની ગયો હતો.વડોદરામાં 2 વર્ષનો માસૂમ પીકઅપ વાનની નીચે કચડાયો, તડપી તડપીને મળ્યું હીચકારું મોત, ધ્રુજાવી દેતો બનાવ

error: Content is protected !!