ન માની શકાય એવી રિયલ ઘટના, 4 વર્ષની બાળકીનો પુનર્જન્મનો કિસ્સો જાણીને ચોંકી જશો
પુનર્જન્મની આ કહાની તમને આશ્ચર્યચકિત કરી દેશે. રાજસ્થાનના રાજસમંદમાં 4 વર્ષની બાળકીએ પોતાના પુનર્જન્મ અંગે કરેલા દાવા ચોંકાવનારા છે. બાળકીની વાત સાંભળીને માતા-પિતાથી લઈને સગાં-સંબંધીઓ અને ગામલોકો બધા સ્તબ્ધ થઈ ગયા છે. બાળકી પાછલા જન્મની વાતો અને કિસ્સા વર્ણવી રહી છે. આગલા જીવનમાં તેનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, બાળકીએ આ દરેક બાબત એકદમ ચોકસાઈથી વર્ણવી. ભાસ્કરની ટીમ રાજસમંદ પહોંચી હતી અને બાળકી અને માતા-પિતાને સાથે લઈને તેના પાછલા જન્મ વિશે પરિવાર સાથે વાત કરી હતી.
કહાની નાથદ્વારાને અડીને આવેલા ગામ પરાવલથી શરૂ થાય છે. રતન સિંહ ચુંડાવતની 5 દીકરી છે. તે એક હોટલમાં નોકરી કરે છે. છેલ્લા એક વર્ષથી તેમની સૌથી નાની પુત્રી કિંજલ વારંવાર તેના ભાઈને મળવાની વાત કરતી હતી. પહેલાં તો તેમણે તેના પર ધ્યાન ન આપ્યું, પરંતુ બે મહિના પહેલાં એકવાર કિંજલની માતા દુર્ગાએ તેને તેના પિતાને બોલાવવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે, પાપા પીપલાંત્રી ગામમાં છે. પીપલાંત્રી એ જ ગામ છે જ્યાં ઉષા નામની મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. કિંજલ હાલના ગામથી લગભગ 30 કિ.મી દૂર. બાળકી કહે છે, હું જ ઉષા છું.
દાવો- 9 વર્ષ અગાઉ બળીને મરી હતી
અહીંથી કિંજલના પુનર્જન્મની વાર્તા શરૂ થાય છે. બાળકીના જવાબ અને દાવાથી આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. મા દુર્ગાની વારંવાર પૂછપરછ કરવા પર, કિંજલ વધુમાં જણાવે છે કે તેના માતા-પિતા અને ભાઈ સહિત સમગ્ર પરિવાર પિપલાંત્રીમાં રહે છે. તે 9 વર્ષ પહેલાં બળી ગઈ હતી. આ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે દુર્ગાએ આ વાત છોકરીના પિતા રતન સિંહને જણાવી તો તેઓ બાળકીને મંદિર અને પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યારે તેમણે ડોક્ટરોને પણ બતાવ્યું તો બાળકીને કોઈ તકલીફ ન હતી. બાળકી સામાન્ય હતી. બસ હવે તે તેના પહેલા જન્મના પરિવારને મળવા માટે વારંવાર જીદ કરવા લાગી. કિંજલે જણાવ્યું કે તેના પરિવારમાં બે ભાઈ-બહેન છે. પપ્પા ટ્રેક્ટર ચલાવે છે. પીયર પીપલાંત્રી અને સાસરું ઓડનમાં છે.
કિંજલની કહાની સાંભળી ઉષાનો ભાઈ મળવા પહોંચ્યો, જોઈને રડવા લાગી
જ્યારે કિંજલની વાત પીપલાંત્રીના પંકજ સુધી પહોંચી ત્યારે તેઓ પરાવલ આવ્યા. પંકજ ઉષાના ભાઈ છે. પંકજે જેવી કિંજલને જોઈ ને તરત જ કિંજલની ખુશીનો પાર ન રહ્યો. ફોનમાં જ્યારે માતા અને ઉષાનો ફોટો દેખાડવામાં આવ્યો ત્યારે તે રડવા લાગી. 14 જાન્યુઆરીએ કિંજલ તેના માતા અને દાદા સહિત પરિવાર સાથે પિપલાંત્રી પહોંચી હતી.
ઉષાની માતા ગીતા પાલીવાલે જણાવ્યું કે જ્યારે કિંજલ અમારા ગામમાં આવી ત્યારે એવું લાગતું હતું કે જાણે તે વર્ષોથી અહીં રહે છે. તે પહેલા જાણીતી સ્ત્રીઓ સાથે વાત કરી. ઉષાને ગમતા ફૂલો વિશે પણ કિંજલે પૂછ્યું કે હવે એ ફૂલ ક્યાં છે? ત્યારે અમે કહ્યું કે તેમને 7-8 વર્ષ પહેલાં હટાવવામાં આવ્યા હતા. બંને નાની દીકરીઓ અને દીકરાઓ સાથે પણ વાત કરી અને ખૂબ સ્નેહ પણ કર્યો. ગીતાએ જણાવ્યું કે તેમની પુત્રી ઉષા 2013માં ઘરમાં કામ કરતી વખતે ગેસના ચૂલાથી દાઝી ગઈ હતી. ઉષાને બે બાળકો પણ છે.
હવે ઉષાના પરિવાર સાથે પણ સંબંધ બની ગયો
આ ઘટના બાદ કિંજલ અને ઉષાના પરિવાર વચ્ચે અનોખો સંબંધ બંધાઈ ગયો છે. કિંજલ પરિવારના પ્રકાશ અને હિના સાથે રોજ ફોન પર વાત કરે છે. ઉષાની માતા કહે છે, ‘અમને પણ એવું લાગે છે કે આપણે ઉષા સાથે જ વાત કરી રહ્યા છીએ. ઉષા બાળપણમાં પણ આવી વાતો કરતી હતી. માનવામાં ન આવે એવો પુનર્જન્મનો કિસ્સો, 4 વર્ષની બાળકીએ કહ્યું- 9 વર્ષ પહેલાં હું બળીને મરી હતી, જે કહાની તેણે વર્ણવી એ બાજુના ગામમાં સાચી નીકળી