બાંગ્લાદેશી મહિલાને અમદાવાદના યુવક સાથે સો.મીડિયામાં પ્રેમ થયો, મહિલા ટુરિસ્ટ વિઝા સાથે અમદાવાદ આવી યુવક સાથે લિવ-ઈનમાં રહેવા લાગી પછી એ નિકળી…..

અમદાવાદ; લિવ ઈનનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાંગ્લાદેશી મહિલાને અમદાવાદના હિન્દુ યુવક સાથે સોશિયલ મીડિયામાં પ્રેમ થયા બાદ મહિલા ટુરિસ્ટ વિઝા સાથે અમદાવાદ આવી હતી અને યુવક સાથે લિવ-ઈનમાં રહેવા લાગી હતી. પરંતુ ટુરિસ્ટ વિઝા પૂર્ણ થતા મહિલા નામ અને ઓળખ બદલીને રહેવા લાગી હતી. મહિલા લિવ ઇન દરમિયાન 2 વર્ષની બાળકીની માતા પણ બની હતી. પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમએ ચોક્કસ બાતમીને આધારે રેઈડ કરતા સત્ય સામે આવ્યું છે. રેઇડ દરમિયાન પોલીસે 2 નકલી પાસપોર્ટ, 2 નકલી આધારકાર્ડ અને 2 મોબાઈલ ફોન સાથે કુલ રૂ.7 હજારનો મુદામાલ જપ્ત કર્યો છે અને હાલ યુવતીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

એસઓજીને બાતમી મળી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા વિદેશમાંથી આવીને ભારતમાં રહેતા લોકોની તપાસ કરી રહી હતી. તેવામાં એસઓજીને બાતમી મળી હતી કે ચાંગોદર વિસ્તારમાં આવેલ એક સત્યેશ રેસિડેન્સીમાં રેહતી મહિલા સોનુ જોશી જે મૂળ સોની જોશી નથી અને તેનું મૂળ નામ સિરીના હુસૈન છે અને જે મૂળ બાંગ્લાદેશની છે અને ભારતમાં આવી ને ખોટી રીતે રહે છે. જેથી પોલીસે તેના ઘરમાં રેઇડ કરતા તેની ધરપકડ કરવામાં આવી છે.

બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ પણ મળી આવ્યા
મળતી માહિતી પ્રમાણે મહિલા ટૂરિસ્ટ વિઝા ઉપર આવી હતી અને ત્યારબાદ તે પરત ગઈ ન હતી અને ભારતમાં રોકાઈ ગઈ હતી. આરોપી પાસેથી બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ પણ મળી આવ્યા છે અને જેમાં ભારતનો પાસપોર્ટ તેને 2020માં બનાવ્યો છે. મહત્વની વાત તો યે છે કે યુવતી પાસેથી જે પણ દસ્તાવેજો મળી આવ્યા છે જેમાં તમામ હૈદરાબાદના છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવતી ચાંગોદર જેના ઘરે લિવ ઇનમાં રહેતી હતી તે યુવક સાથે તેને ફેસબુકમાંથી વાત થઈ હતી અને ત્યાર બાદ પ્રેમ થઇ ગયો હતો. જેમાં બંનેને એક 2 વર્ષની બાળકી પણ છે.

5 દિવસના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા
હાલ આ મામલે અમદાવાદ રૂરલ એસઓજી દ્વારા આ યુવતી કોઈ રેકેટ સાથે સામેલ છે કે કેમ. તેને દસ્તાવેજો કઈ રીતે બનાવ્યા છે અને તેની સાથે અન્ય કોઈ લોકોએ પણ આ રીતે વસવાટ કરી રહ્યા છે કે કેમ તે તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે.

આધાર-પાનકાર્ડ અને પાસપોર્ટ પણ નકલી હતાં
બાંગ્લાદેશી મહિલાએ ખોટું નામ ધારણ કરી આધારકાર્ડ બનાવી, તેના પરથી ખોટું પાનકાર્ડ બનાવી આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે ભારતીય નાગરિકત્વ ન હોવા છતાં ભારતની નાગરિક હોવાની ખોટી માહિતી આપીને ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો હતો.પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

error: Content is protected !!