52 વર્ષની મહિલાનું આવ્યું 36 વર્ષના કુંવારા મુરતિયા પર આવ્યું દિલ, કહ્યું- મારા જીવનમાં ભગવાન આવ્યા, તો વરરાજાએ કહ્યું કે- ઉંમર કરતાં મનની સુંદરતા વધુ મહત્વની, જુઓ લગ્નની તસવીરો

કહેવાય છે કે પ્રેમને કોઈ બાંધછોડ નથી હોતી. પ્રેમને સરહદ કે ઉંમરની રેખા નડતી નથી. આપણે સાંભળતા આવ્યા છીએ કે પ્રેમ ક્યારેય નાત જાત રંગ ઉંમર જેવા કોઈ તફાવતની બાધા નથી હોતી. આવો જ એક કિસ્સો સૌરાષ્ટ્રના મોરબીનો લગ્નનો કિસ્સો જેટલો ચર્ચાસ્પદ બન્યો છે તેટલો રસપ્રદ પણ છે. અહીં 36 વર્ષનો એક કુંવારો યુવક છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. લોકો આ યુગલને સુખી લગ્ન જીવન માટે દીલથી આશીર્વાદ આપી રહ્યા છે.

36 વર્ષના કુંવારા યુવકે છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન કર્યા છે. વર-વધૂ વચ્ચે 16 વર્ષનો તફાવત છે. કન્યાના જણાવ્યા અનુસાર, અગાઉના પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતાએ પછી 81 વર્ષના વૃદ્ધ માતા-પિતા સાથે 20 વર્ષ રહી તેમની સેવા કરી હતી.

અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં બંનેની મુલાકાત થઈ હતી. મહિલાનું કહેવું છે કે વાતચીત દરમિયાન 36 વર્ષના યુવકનો સ્વભાવ અને રહેણીકરણી સમાન લાગતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય, પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. ઓ ધાર્મિક છે અને હું પણ ધાર્મિક છું.

કન્યા મમતા ભટ્ટેના જણાવ્યા અનુસાર તેમના ભૂતકાળના લગ્નજીવનથી તેમને કોઈ સંતાન નહોતું. પરંતુ હવે તેઓ ચોક્કોસ તમામ પ્રકારના પ્રયાસ કરશે જેથી તેમને ખોળો ખુંદનારું કોઈ મળે અને સંતાન સુખ માણી શકે. તેમણે વધુમાં કહ્યું કે અમે બંને તમામ લોકો સુધી એ વાત પહોંચાડવા માગીએ છીએ કે ઉંમર ભલે ગમે તેટલી હોય જીવન જીવવા માટે એક સાથીની જરુર પડે છે અને જો તે મળે તો પછી લાગણી સિવાય બીજી કોઈ બાબતે લેવાદેવા રાખવી જોઈએ નહીં અને સાથે રહીને આનંદપૂર્વક જીવન જીવવું જોઈએ.

કન્યા મમતા ભટ્ટે કહ્યું હતું કે મારા પહેલાં 12 વર્ષના લગ્નજીવનમાં મેં માત્ર ત્રાસ સહન કર્યો હતો. પણ હવે મને સાચો જીવનસાથી મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઈશ્વર ખુદ નથી આવતા, પરંતુ કોઈકને નિમિત્ત બનાવીને મોકલે છે. મારા જીવનમાં ભાવિન એવી જ રીતે આવ્યા હોય તેમ લાગે છે.બીજી તરફ 36 વર્ષના વરરાજા ભાવિન રાવલે કહ્યું હતું કે મારી પત્ની ભલે મારી કરતાં ઉંમરમાં મોટી હોય, પણ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી મળતા આવે છે. જોડી ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે. વધુમાં કહ્યું કે હું તો છેલ્લા 10 વર્ષથી યોગ્ય પત્નીની શોધમાં હતા જે મને સુખ-દુ:ખમાં સાથ આપે.

વિચારો સ્વભાવ અને લાગણી તમામ રીતે તેમને જેવી જોઈતી હતી તેવી જ પત્ની મળી છે. ઘરમાં બધાને સમજાવવામાં ઘણો સમય લાગ્યો હતો કે તેમની પત્ની વચ્ચે ભલે ઉંમરનો તફાવત રહ્યો પરંતુ મનથી તે સુંદર છે. પત્નીને મોટી ઉંમરના કારણે પરિવારને પણ સમજાવવા પડ્યા હતા.અને અંતે પરિવારે પણ દીકરાની ભાવનાને સમજીને લગ્ન સંબંધને સ્વીકાર્યો હતો. ઉંમર કરતાં મનની સુંદરતા વધુ મહત્વની છે.અમે 2 મહિના સુધી વાતચીત બાદ આગળનું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.

36 વર્ષના કુંવારા યુવકે છૂટાછેડા લીધેલી 52 વર્ષની મહિલા સાથે અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી લગ્ન કર્યા છે. વર-વધૂ વચ્ચે 16 વર્ષનો તફાવત છે. કન્યાના જણાવ્યા અનુસાર, અગાઉના પતિ સાથે મનમેળ ન બેસતાં 12 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. એ પછી 81 વર્ષના વૃદ્ધ માતા-પિતા સાથે 20 વર્ષ રહી તેમની સેવા કરી હતી. અનુબંધ ફાઉન્ડેશને યોજેલા એક સેમિનારમાં બંનેની મુલાકાત થઈ હતી. મહિલાનું કહેવું છે કે વાતચીત દરમિયાન 36 વર્ષના યુવકનો સ્વભાવ અને રહેણીકરણી સમાન લાગતાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અમારી વચ્ચે ઉંમરનો ભલે મોટો તફાવત હોય, પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી.

લાગણીને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી
ભલે મારી ઉંમર 52 વર્ષની રહી, પરંતુ અમારું એક સંતાન આવે એવો પ્રયત્ન ચોક્કસ કરીશું. સમગ્ર ગુજરાતમાં અમે લોકો સુધી વાત પહોંચાડવા માગીએ છીએ કે ઉંમરને લાગણી વચ્ચે કોઈ લેવાદેવા હોતી નથી. 52 વર્ષનાં મમતા ભટ્ટના જણાવ્યા અનુસાર, મારા ભૂતકાળના 12 વર્ષના લગ્નજીવનમાં મેં માત્ર ત્રાસ સહન કર્યો, પરંતુ હવે મને સાચો જીવનસાથી મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઈશ્વર ખુદ નથી આવતા, પરંતુ કોઈકને નિમિત્ત બનાવીને મોકલે છે. મારા જીવનમાં ભાવિન એવી જ રીતે આવ્યા હોય તેમ લાગે છે.

ઈશ્વર ઉપરથી જ જોડું નક્કી કરીને મોકલે છે
36 વર્ષના યુવક ભાવિન રાવલે કહ્યું, આટલા વર્ષે પણ મને ગોલ્ડ મળ્યું હોય એવો અનુભવ થાય છે. મારી પત્ની મારા કરતાં ઉંમરમાં ભલે મોટી હોય, પરંતુ અમારા વિચારો, સ્વભાવ અને લાગણી એકસમાન છે. કોઈએ એ “સાચું જ કહ્યું છે, જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે”. ઉંમર ભલે મોટી હોય, પરંતુ મનની સુંદરતા વધુ મહત્ત્વની હોય છે. અમે બન્નેએ સતત 2 મહિના સુધી વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે હવે આગળનું જીવન સાથે વિતાવીશું. મારી પત્ની મોટી ઉંમરનાં હોવાને લીધે, ઘરના બધાને સમજાવવા પડ્યા હતા.નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ) 

error: Content is protected !!