માસુમ દીકરીને 6 નરાધમોએ અલગ-અલગ જગ્યાએ લઈ 4 મહિના સુધી પિંખતા રહ્યા,ગર્ભવતી થતાં સમગ્ર મામલો સામે આવ્યો

ખાતે છેલ્લા ચારેક માસથી અવારનવાર 24 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે છ જેટલા નરાધમોએ બળાત્કાર ગુજારી તેણીને ગર્ભવતી બનાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ અંગે ભોગ બનનાર માનસિક અસ્વસ્થ યુવતીના પિતાએ આ નરાધમો સામે ફરિયાદ આપતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે બીજા બનાવમાં લિંબાયત ખાતે લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી. આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે.

ચાર મહિનાથી સંબંધો બાંધતા હતા
યુપી બ્રહાનગંજ ખેરવા ગામ ખાતે રહેતા 6 જેટલા સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પિતાએ જણાવ્યું હતું કે, છેલ્લા ચારેક માસથી આ આરોપીઓ મારી દીકરી મૂકબધિર તેમજ અસ્થિર મગજની છે તેમ જાણે છે. છતાં તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા.

યુવતી ગર્ભવતી બની
પિતાએ ફરિયાદમાં કહ્યું કે તેણીને 24 વર્ષીય અસ્થિર મગજની દીકરીને ગર્ભવતી બનાવી દીધી હતી. દીકરીને ગર્ભ રહી જતા આ મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ તપાસ કરતા આ આરોપીઓએ તેણી સાથે દુષ્કર્મ આચરતાં ગર્ભવતી થઈ હતી. જેથી ડીંડોલી પોલીસે આ ઉપરોક્ત આરોપીઓ સામે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

લગ્નની લાલચે દુષ્કર્મ
લિંબાયત પોલીસ સ્ટેશનમાં પણ બળાત્કારની એક ફરિયાદ નોંધાવી હતી જેમાં લિંબાયત ગણેશ નગર વિભાગ બીમાં રહેતા વિકાસ રવિન્દ્ર વાઘે એક યુવતીને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી તેણીને ગર્ભવતી બનાવી તરછોડી દીધી હતી. આ અંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!