આહિર પરિવારમાં છવાયો, કારખાનેથી પરત ફરતા જુવાનજોધ દીકરાએ ગુમાવ્યો જીવ, i20 કારનો વળી ગયો કચ્ચરઘાણ, બે મહિના પહેલા થઈ હતી સગાઈ

રાજકોટ શહેરમાં રક્ષાબંધન પૂર્વે જ એક બહેને પોતાનો ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે તે પૂર્વે જ વ્હાલસોયા ભાઈને ગુમાવ્યો છે. રાજકોટમાં એક કાર ડિવાઇડર કૂદી સામે આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો જેમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતું. આ અંગે શાપર પોલીસ મથકના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ ટ્રાફીક કલીયર કરાવી કાર્યવાહી કરી હતી.

ઘટનાસ્થળે ટ્રાફીક જામ થયો હતો
રાજકોટના ગુણાતીતનગરમાં રહેતા કરણ પ્રવિણભાઈ કારેથા (આહીર) નામનો 22 વર્ષીય યુવાન પોતાની આઈ 20 કાર લઈ શાપર સ્થિત આવેલા પોતાના કારખાનેથી રાજકોટ પરત આવી રહયો હતો. ત્યારે પારડી નજીક પહોંચતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ડીવાયડર કુદી સામેના રસ્તે આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી જેમાં કારનો બુકડો બોલી ગયો હતો અને ટ્રક પણ પલ્ટી મારી ગયો હતો. અકસ્માતના પગલે ઘટનાસ્થળે ટ્રાફીક જામ થયો હતો અને લોકોના ટોળા ઉમટી પડયા હતા.

પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો
કાર ચાલક કરણ કારમાં જ ફસાઈ જતા તેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર ર્ક્યો હતો. કરણ એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો કંપનીના કામ માટે કારખાને ગયા બાદ રાત્રે પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.\

બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી
પરિવારના જણાવ્યા મુજબ કરણની બે મહિના પહેલા જ આણંદમાં રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી. રક્ષાબંધનના થોડા દિવસો જ બાકી હતા ત્યારે બહેને તેના એકના એક ભાઈને અકસ્માતમાં ગુમાવી દેતા આહીર પરિવારમાં શોક છવાયો છે. કરણ પરિવારનો આધારસ્તંભ હોવાનું પણ જાણવા મળ્યુ છે.રક્ષાબંધન પહેલા બહેને ગુમાવ્યો ભાઈ, કાર ડિવાઈડર કૂદી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, ભાઈનું કમકમાટીભર્યું મોત

error: Content is protected !!