19 વર્ષીય કોલેજીયન યુવતીને મળ્યું દર્દનાક મોત, એકના એક ભાઈએ ગુમાવી લાડલી બહેન

19 વર્ષીય કોલેજીયન યુવતીને મળ્યું દર્દનાક મોત, એકના એક ભાઈએ ગુમાવી લાડલી બહેન

એક હ્રદયને હચમચાવી દેતો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય સાક્ષી પિતા સાથે હસીખુશીથી કોલેજ જઈ રહી હતી. અચાનક જ કાળ બનીને આવી ક્રેઈન અને દાદા- પુત્રીને કચડી નાંખ્યા હતા. જેમાં કોલેજીયન યુવતીનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે દાદા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આરોપી ડ્રાઈવર 14 વર્ષનો સગીર છે, જે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

કોલેજ જતી યુવતીને ક્રેઈને કચડી નાંખી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર હરિયાણાના પાણીપત જિલ્લામાં ગુરુવારે સવારે એક મોટો સડક અકસ્માત થયો હતો. બાબરપુર વળાંક પાસે કોલેજ જતી યુવતીને ક્રેઈને કચડી નાંખી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે એકત્ર થયેલા ટોળાને જાણવા મળ્યું કે ક્રેનનો ચાલક સગીર વયનો છે.

ક્રેન છોડીને ભાગી રહેલા આરોપીને લોકોએ પકડી પાડ્યો હતો
પોલીસ કંટ્રોલ રૂમ નંબર ડાયલ 112 પર અકસ્માતની માહિતી આપવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ અંગે સદર પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે. ક્રેન છોડીને ભાગી રહેલા આરોપીને લોકોએ પકડી પાડ્યો હતો.

કોલેજીયન યુવતી સાક્ષીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું
મૃતકની ઓળખ બાબરપુર મંડીની રહેવાસી 19 વર્ષની સાક્ષી તરીકે થઈ છે. તે એન્જિનિયરિંગના પ્રથમ વર્ષની વિદ્યાર્થી હતી. 65 વર્ષીય દાદા સુભાષ પાસેથી કોલેજ મૂકવા માટે જઈ રહ્યા હતા ત્યારે ક્રેઈને બંન્નેને કચડી નાંખ્યા હતા. કોલેજીયન યુવતી સાક્ષીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે દાદા ગંભીર રીતે ઘાયલ થયા હતા.


આરોપી ડ્રાઈવર 14 વર્ષનો સગીર છે
આરોપી ડ્રાઈવર 14 વર્ષનો સગીર છે, જે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. સાક્ષીના પિતા દીપક બાબરપુર મંડીમાં કરિયાણાની દુકાન ચલાવે છે. સાક્ષી સૌથી મોટી પુત્રી હતી. એક નાનો દીકરો પણ છે.હ્રદયદ્રાવક બનાવઃ હસતા-ખેલતા પરિવારમાં છવાયો માતમ, પળવારમાં એકના એક ભાઈએ ગુમાવી લાડલી બહેન, ધ્રુજાવી દેતો બનાવ