રાજકોટમાં 10 વર્ષની બાળકીએ ક્રાઇમ પેટ્રોલ જોતી હોવાથી ગળાફાંસો ખાધો -પિતરાઈ બહેને કહ્યું…

રાજકોટ : અપરાધોના કિસ્સાઓ પ્રકાશિત કરતી ટીવી સિરિયલને કારણે રાજકોટમાં ધો.5માં ભણતી 10 વર્ષની એક બાળકીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ શહેરના રામનાથપરા નજીક રહેતી અને ધો. 5માં અભ્યાસ કરતી માત્ર દસ વર્ષની બાળકીએ ગઇકાલે બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં તેનાં પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયાં હતાં. આ અંગે તેની પિતરાઇ બહેને જણાવ્યું હતું કે બહેન ટીવી પર ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નામની સિરિયલ જોતી હતી, આથી એમાંથી આપઘાત કરવાનું શીખી હશે.

પહેલીવાર આત્મહત્યા કરવામાં નિષ્ફળતા મળી બાળકીનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે ગઇકાલે ધાર્મિક પ્રસંગમાં માતા-પિતા જમવા ગયાં એ સમયે બંને પિતરાઈ બહેનો ઘરે એકલી હતી. આ સમયે મોટી બહેન નીચે હતી અને નાની બહેન ઉપરના રૂમમાં એકલી હતી. આ સમયે નાની બહેને હૂકમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. બાળકીએ પ્રથમ સોફા પર ઊભા રહી આત્મહત્યા કરવા કોશિશ કરી હતી, પરંતુ એમાં જીવ ન ફાવતાં તેણે સેટી પર ખુરશી મૂકી હૂક સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી

આપઘાત પાછળનું કારણ અકબંધ                        મૃતક બાળકીની પિતરાઈ બહેને જણાવ્યું હતું કે બહેન રોજ ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવી ટીવી સિરિયલ જોવાની ટેવ ધરાવતી હતી. આ જોઈને તેને આપઘાત કરવાનું શીખી હોય એવું લાગી રહ્યું છે. શા કારણે આપઘાત કર્યો એ હજુ સુધી સમજી શકાતું નથી. હાલ બાળકીના આપઘાતથી પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે

પિતા કડિયાકામની મજૂરી કરે છે                         બીજી તરફ, પોલીસે જણાવ્યું હતું કે બાળકી બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટી હતી. તેના પિતા કડિયાકામની મજૂરી કરે છે. ગઇકાલે સવારે પરિવારના સભ્યો નાનામવા ચોકડી પાસે સંબંધીને ત્યાં નૈવેદ્ય પ્રસંગમાં જવા નીકળ્યાં હતાં. ત્યારે બાળકીએ સાથે આવવાની ના પાડી હતી. તે એકલી ઘરે રોકાઈ ગઈ હતી. પરિવારના સભ્યો જતા રહ્યા બાદ પાછળથી તેણે રૂમમાં હૂકમાં દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ લીધો હતો.

પરિવાજનોએ પુત્રીનો લટકતો મૃતદેહ જોયો         બપોરે પરિવારના સભ્યોએ પરત આવી ઘણી વખત દરવાજો ખટખટાવ્યો છતાં નહીં ખોલતાં પાછળના ભાગે જઈ બારીમાંથી જોતાં પુત્રી લટકતી જોવા મળી હતી, જેને કારણે દરવાજો તોડી તેને બહાર કાઢી તત્કાળ ગુંદાવાડીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

પરિવાજનોએ પુત્રીનો લટકતો મૃતદેહ જોયો          બપોરે પરિવારના સભ્યોએ પરત આવી ઘણી વખત દરવાજો ખટખટાવ્યો છતાં નહીં ખોલતાં પાછળના ભાગે જઈ બારીમાંથી જોતાં પુત્રી લટકતી જોવા મળી હતી, જેને કારણે દરવાજો તોડી તેને બહાર કાઢી તત્કાળ ગુંદાવાડીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

અગાઉ ‘ક્રાઇમ પેટ્રોલ’ જોઈ નાનો ભાઈ હત્યા કરવાનું શીખી મોટા ભાઇની હત્યા કરી હતી                        30 નવેમ્બરના રોજ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા GIDC પાછળ ચંપલ બનાવવાની ક્લાસિક પોલિમસ ફેક્ટરીમાં કામ કરતા આગ્રાના રહેવાસી બે સગા ભાઇઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બનાવ હત્યા સુધી પહોંચી ગયો હતો, જેમાં હત્યારા સાવન શ્રીનિવાસે તેના જ મોટા ભાઇ પવન શ્રીનિવાસને માથાના ભાગે બેટ મારી હત્યા નીપજાવી હતી.

બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાનું માલૂમ થતાં પોલીસે હત્યારા સાવનને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સાવન ક્રાઇમ પેટ્રોલ જોવાની ટેવ ધરાવતો હોઈ, તેમાંથી હત્યા કરવાનું શીખ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે હત્યારા સાવનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!