9 વર્ષના દક્ષ પર 6 કૂતરાઓનો ઘાતક હુમલો, જોનારાઓ પણ હચમચી ગયા, હૃદયદ્રાવક વીડિયો જોઈ કાળજુ કંપી ઉઠશે
એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં 6 કૂતરા 9 વર્ષના દક્ષ પર હુમલો કરતા જોવા મળે છે. માસૂમ બાળક પોતાનો જીવ બચાવવા દોડે છે, પરંતુ કૂતરાઓ તેને ઘેરી લે છે અને પકડી લે છે. કૂતરાઓ તીક્ષ્ણ દાંત વડે બચકાં ભરવા લાગે છે. બાળક પોતાનો જીવ બચાવવા રડી રહ્યો હોય છે. કૂતરાઓ હુમલો કરતાં માસૂમ બાળકના શરીર પર 40 જેટલાં બચકાં ભરી જાય છે. બાળકનો અવાજ સાંભળીને સાઇકલ પર સવાર બે બાળક અને સ્કૂટી પર સવાર બે મહિલા ઘટનાસ્થળે પહોંચી હતી. બે મહિલાએ કૂતરાઓને ભગાડીને બાળકનો જીવ બચાવ્યો હતો. જો આ ચારેય લોકો સમય પર સ્થળ પર ન પહોંચ્યાં હોત તો કૂતરાઓ બાળકનો જીવ લઈ લેત. આશ્ચર્યની વાત તો એ છે કે આ કૂતરાઓ એક બાળકનો જીવ પણ લઈ ચૂક્યા છે. ત્યારે પણ મ્યુનિસિપલ તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે હવે સામે આવી છે.
અચાનક 6 કૂતરાએ માસૂમ પર હુમલો કર્યો હતો
આ ઘટના જયપુરમાં જર્નાસ્ટ કોલોની રાધા નિકુંજ કોલોનીની છે, જ્યાં 19 મેના રોજ બપોરે 2.20 કલાકે બાળક રમતાં રમતાં ઘરની બહાર ગયો હતો. બાળકને રસ્તા પર રમતા જોઈને અચાનક 6 કૂતરાએ હુમલો કર્યો હતો. બાળક જીવ બચાવવા દોડતો રહ્યો. તે કારની પાછળ પણ છુપાઈ ગયો, પરંતુ કૂતરાઓએ તેને ઘેરીને પકડી લીધો હતો. બાળકના શરીર પર કૂરતા કરડ્યાનાં 40 જેટલાં નિશાન મળી આવ્યાં છે. આ તરફ આ ઘટના બાદ પણ મહાનગરપાલિકા સક્રિય થઈ ન હતી. ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી અહીં રખડતા કૂતરા પકડનાર ગાડી આવી નથી. હાલમાં બાળકની હાલત પહેલાં કરતાં સારી છે, પરંતુ બાળક કૂતરાથી ભયંકર રીતે ડરી ગયો છે.
પહેલા પણ કૂતરાના હુમલામાં એક બાળકનું મૃત્યુ થઈ ગયું છે
મૂર્તિ બનાવનાર જિતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે જ્યારે તેમનો 9 વર્ષનો પુત્ર દક્ષ ઘરની બહાર આવ્યો ત્યારે કૂતરાઓએ તેને ઘેરી લીધો હતો. રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકો સમયસર પહોંચી ગયા, જેને કારણે બાળકનો બચાવ થયો. બાળકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મ્યુનિસિપાલિટી કોઈ કામ કરતું નથી. અનેક વખત ફરિયાદ કરવા છતાં પણ અહીંથી રખડતા કૂતરા પકડવામાં આવતા નથી. અગાઉ બે બાળક પર પણ કૂતરાઓએ હુમલો કર્યો હતો, જેમાં એકનું મોત પણ થયું હતું.
આ ઘટના રાધા નિકુંજ સી બ્લોકની છે. આ પહેલાં પણ આ જ કોલોનીનાં બે બાળકો પર કૂતરાઓએ હુમલો કર્યો હતો, . ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી અહીં રખડતા કૂતરા પકડનાર ગાડી આવી નથી. હાલમાં બાળકની હાલત પહેલાં કરતાં સારી છે, પરંતુ બાળક કૂતરાથી ભયંકર રીતે ડરી ગયો છે.જેમાં એ બ્લોકમાં રહેતા એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.
તંત્ર નિદ્રાધીન છે
સ્થાનિકોએ જણાવ્યું હતું કે તેઓ રખડતા કૂતરાઓના ત્રાસથી પરેશાન છે. ગરમીના કારણે કૂતરાઓ આક્રમક થઈ જાય છે. આ પહેલાં પણ આ કૂતરાઓ અનેક લોકોને બચકાં ભરી ચૂક્યા છે. તંત્રને અનેક વખત આ બાબતે ફરિયાદ કરી છે. એમ છતાં પણ આ અંગે કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. આજદિન સુધી કોર્પોરેશનની ટીમ આ સ્થળે આવીને જોયું નથી કે અહીં રખડતા કૂતરાઓના કારણે સામાન્ય લોકો કેટલા પરેશાન છે. જો મહિલાઓ અને બાળકો સમયસર પહોંચ્યાં ન હોત તો આ કૂતરાઓએ માસૂમ બાળકનો જીવ લઈ લીધો હોત.શોકિંગ બનાવ, 9 વર્ષના માસૂમ બાળક પર કૂતરાઓ કાળ બનીને તૂટી પડ્યા, જીવ બચાવવા માટે…