80 વર્ષના વૃદ્ધે વિયાગ્રા ખાધી, પણ પત્નીએ સંબંધ બાંધવાની ના પાડી દીધી, અને પછી…

80 વર્ષના વૃદ્ધે વિયાગ્રા ખાધી, પણ પત્નીએ સંબંધ બાંધવાની ના પાડી દીધી, અને પછી…

દુનિયામાં અનેક પ્રકારના ક્રાઇમ થતા હોય છે. કેટલીક હત્યા એ હદે વિચિત્ર હોય છે કે વિશ્વાસ જ ના થાય કે કોઈ આટલી નાની વાત માટે કોઈની હત્યા કરી નાખે. હાલમાં 80 વર્ષના દાદાએ પોતાની 61 વર્ષની પત્નીની હત્યા કરી નાખી હતી. મહિલાએ ક્રિસમસ પર પતિને સેક્સ માણવાની હા પાડી હતી અને તેથી જ પતિએ શક્તિવર્ધક દવાઓ ખાધી હતી. જોકે, દવા લીધા બાદ પત્નીએ ના પાડી દીધી હતી. આ વાતથી રોષે ભરાયેલા દાદાએ પત્નીની હત્યા કરી નાખી હતી.

આ ઘટના ઇટલીની છે. ગયા વર્ષે 25-26 ડિસેમ્બરની વચ્ચે બનેલી આ ઘટનામાં 61 વર્ષીય નતાલિયા કિરીચૌકની છાતી પર 81 વર્ષીય પતિ વીટો સંગિનીએ ચારવાર હુમલો કર્યો હતો. આ કારણે નતાલિયાનું મોત થયું હતું.

કહેવાય છે કે નતાલિયાએ પતિને સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. ગુસ્સામાં આવેલા પતિએ ચાકુથી પત્નીની હત્યા કરી દીધી હતી. મહિલાનીલાશ તેના ઘરના ફ્લોર પરથી મળી હતી.

ક્રિસમસના દિવસે મોતઃ પત્નીની હત્યા કર્યા બાદ પતિએ સવારે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ તે પોતાના કૂતરાને ફરવા લઈ ગયો હતો. તેણે કંઈ જ ના બન્યું હોય તે રીતે દિવસ પસાર કર્યો અને બધા સાથે વાત કરી હતી.

કૂતરા સાથે વૉક પર ગયો ત્યારે દાદાએ પોતાના પડોશીને હત્યા કરી હોવાની જાણ કરી હતી અને આ સમાચાર પોલીસને આપવાનું કહ્યું હતું. જોકે, પડોશીએ તે દાદાને જ આ વાત પોલીસને જણાવવાની કહી હતી.

ત્યારબાદ એક મહિલા નતાલિયાને શોધતી આવી હતી, પરંતુ દાદાએ તેને ભગાડી દીધી હતી. નતાલિયાના બૉસનો ફોન આવ્યો તો દાદાએ કહ્યું હતું કે તે હવે ક્યારેય નતાલિયા સાથે વાત કરી શકશે નહીં, કારણ કે તેણે તેની હત્યા કરી નાખી છે.

આટલું જ નહીં દાદાએ બૉસ પર પત્ની સાથે રોમાન્સ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. બૉસે પોલીસને આ અંગે જાણ કરી હતી અને પોલીસે ડેડબૉડી જપ્ત કરી હતી.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *