તળાવના કિનારે 7 દિવસની લાવારિસ બાળકી મળી આવી, શરીર પર ચોંટેલી કીડીઓ કરડવાથી સતત રોતી હતી

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના જબલપુરમાં તળાવના કિનારે નવજાત બાળકીને જોઇને લોકોએ ભારે દુઃખની લાગણી અનુભવી રહ્યા અને તેમનાં કાળજાં કાંપી ઊઠ્યાં છે. માસૂમ બાળકી સતત રોઇ રહી હતી. તળાવના કિનારે ગંદકીમાં કોઈ આ બાળકીને છોડી ગયું હતું. સવારે આઠ વાગ્યે નજીકના રહેવાસી દેવેન્દ્ર જૈસવાલ ફરવા નીક્ળ્યા ત્યારે તેમણે બાળકીના રોવાનો અવાજ સાંભળ્યો. તેઓ એ જગ્યા પર પહોંચ્યા ત્યારે તેઓ પણ દંગ રહી ગયા. બાળકીના શરીર પર કીડીઓ ફરી રહી હતી. કીડીઓના કરડવાથી બાળકી સતત રોઈ રહી હતી. માસૂમને ખોળામાં ઉઠાવી 100 નંબરને સૂચના આપવામાં આવી અને તેને એલ્ગિન જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની નાળ કપાયેલી છે, એનાથી અંદાજ લગાવી શકાય છે કે આ બાળકી એક અઠવાડિયા પહેલાં જ જન્મી હોઈ શકે.

અધારતાલ તળાવના કિનારે સાત દિવસ પહેલાં જન્મેલી બાળકી મળવાની ખબર સાંભળી સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ ભેગી થઈ હતી. જય હો અધારતાલ વિકાસ સમિતિના સદસ્ય પણ ત્યાં પહોંચી ગયા હતા. માસૂમને કોઈ કપડામાં લપેટી મૂકી ગયું હતું. તળાવની આસપાસ જ કૂવો પણ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે માસૂમને કોઇ રાત્રિના અંધારામાં છોડી ગયું હશે. સદનસીબે ત્યાં કોઈ ​​કૂતરો પસાર થયો નહિ. તળાવના કિનારે મોટી સંખ્યામાં કૂતરા ફરતા હોય છે. માસૂમ કૂતરાનો શિકાર થતા બચી ગઈ.

બાળકીની અત્યંત દયનીય સ્થિતિ જોઈ હૃદય દ્રવી ઊઠ્યું
માસૂમ બાળકીને સૌથી પહેલા જોનારા દેવેન્દ્ર જૈસવાલ દરરોજ તળાવ પાસે ટહેલવા આવે છે. તેમણે કહ્યું હતું કે કદી નહોતું વિચાર્યું કે એક દિવસ આવું પણ જોવા મળશે. કદાચ તેમના હાથમાં આ યશનું કાર્ય લખ્યું હશે. તેઓ ફરી રહ્યા હતા ત્યારે તેમના કાનમાં માસૂમ બાળકીના રોવાનો જોરથી અવાજ આવ્યો. પહેલા લાગ્યું કે કોઈ બાળકી તેની માતા સાથે હશે, પરંતુ જેમ-જેમ તેઓ વિસર્જનઘાટ તરફ આગળ વધ્યા તેમ-તેમ રોવાનો અવાજ વધતો ગયો. ઘાટની નીચે તળાવની ગંદકી વચ્ચે કોઈ માસૂમને છોડી ગયું હતું. માસૂમના શરીર પર લાલ કીડીઓ ફરી રહી હતી, એના કરડવાથી બાળકી રોઇ રહી હતી. કોઈ બાળકીને ચૂંદડીથી ઢાંકીને ત્યાં છોડી ગયું હતું. માસૂમને એલ્ગિનના ચાઇલ્ડ વોર્ડમાં ભરતી કરવામાં આવ્યું હશે.

ડાયલ 100 પર આપવામાં આવી સૂચના
માસૂમ બાળકીને સૌપ્રથમ જોવાવાળા દેવેન્દ્ર જૈસવાલની સૂચના પર સમિતિના સંજય પાટકર,પૂર્વ કાઉન્સિલર પ્રદીપ યાદવ, મોનુ કેવટ, આતિશ કેવટ, હેપ્પી કેવટ, શિવમ ચૌરસિયા ,સોનુ કેવટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માસૂમ બાળકીની આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે કોઇ પાસેથી જાણકારી ન મળી તો તેને લઇને એલ્ગિન હોસ્પિટલ પહોંચ્યા. સમિતિના સદસ્યો પણ એલ્ગિન પહોંચ્યા હતા.

હાલ બાળકી સ્વસ્થ છે, ચાઇલ્ડલાઇનને દેવામાં આવી સૂચના
એલ્ગિન હોસ્પિટલમાં માસૂમને ભરતી કરવામાં આવી છે. તેના શરીર પરની માટી સાફ કરવામાં આવી છે. એલ્ગિનના ડોક્ટરો અનુસાર, બાળકી હાલ સ્વસ્થ છે. ડો.રશ્મિ ભટનાગર અનુસાર, બાળકીને હાલ SNSUમાં રાખવામાં આવી છે. તેની હાલત સ્થિર છે. ચાઇલ્ડલાઇનને તેની સૂચના આપી દેવામાં આવી છે. ઇલાજ બાદ તેને માતૃછાયામાં રાખવામાં આવશે.

માસૂમ બાળકીના પરિવારની જાણકારી મેળવવા પોલીસ કામ પર લાગી
માસૂમના પરિવારનો હજી સુધી પતો લાગ્યા નથી, પરંતુ અનુમાન છે કે કોઇ આસપાસમાં રહેવાવાળું જ હશે. કોઇ બહારથી આવીને તળાવ કિનારે માસૂમને છોડી ના શકે. માસૂમને છોડવાવાળા આ ક્ષેત્રને સારી રીતે ઓળખતા હોવા જોઇએ. પોલીસ આસપાસની હોસ્પિટલ, નર્સ અને દાઇમાનો સંપર્ક કરી જાણકારી મેળવી રહી છે. માસૂમની નાળ કપાયેલી હતી, જે કોઇ જાણકારથી જ સંભવ છે.

error: Content is protected !!