મોતિયાંનાં ઓપરેશન બાદ 65 લોકોએ દૃષ્ટિ ગુમાવી, 16 લોકોની તો આંખ જ કાઢવી પડી

બિહાર : મુઝફ્ફરપુરમાં આંખની હોસ્પિટલમાં 22 નવેમ્બરે 65 લોકોનાં આંખનાં ઓપરેશન બાદ દૃષ્ટિ ગુમાવવાની ઘટના સામે આવી છે. સિવિલ સર્જન અને એડિશનલ ચીફ મેડિકલ ઓફિસર (ACMO)એ સંયુક્ત રૂપથી આંખની હોસ્પિટલની બેદરકારીથી અત્યારસુધી 16 લોકોએ દૃષ્ટિ ગુમાવવાની ફરિયાદ કરી છે.

બીજી બાજુ, મામલામાં બુધવારે વધુ 9 પીડિતનું ઓપરેશન કરી આંખો કાઢવામાં આવી. CSએ અત્યારસુધી 16 લોકોની આંખ કાઢવાની વાતની પુષ્ટિ કરી છે. ચાર પીડિતને ગંભીર હોવા પર ભરતી કરવામાં આવ્યા છે, જ્યારે 4ની આંખનું ઓપરેશન આજે એટલે કે 2 ડિસેમ્બરે કરવામાં આવશે.

6 દીકરી છે, 2નાં લગ્ન કરાવાનાં બાકી છે, હવે શું થશે?
પીડિતો સાથેની વાતચીતમાં આ ઘટનાના એક પીડિત ભરતે જણાવ્યું હતું કે 6 દીકરી છે, 4નાં લગ્ન કોઈ રીતે કરાવી દીધાં, પરંતુ હજી પણ બે દીકરીનાં લગ્ન બાકી છે. મારા એકલાના કમાવાથી ઘરનો ખર્ચ ચાલે છે. આંખમાં મોતિયાંની તકલીફ હતી. આંખની હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા હતા, પરંતુ ઓપરેશન બાદ આંખોમાં દર્દ શરૂ થઈ ગયું. હવે ડોક્ટર કહી રહ્યા છે કે આંખો કાઢવી પડશે.

ટ્રેક્ટર ચલાવીને ગુજરાન કરું છું, હવે કમાઈશ કેમનો?
ઘટનાના અન્ય પીડિત શત્રુધ્ન મહતોએ જણાવ્યું હતું કે તેઓ ટ્રેક્ટરચાલક છે અને તેમના બે દીકરા છે. તેઓ પોતાનું ગુજરાન ટ્રેક્ટર ચલાવીને કરે છે. હવે આંખ જતી રહી છે. હું ટ્રેક્ટર કેમનો ચલાવીશ? 3 મહિના પહેલાં આંખમાં ધૂંધળું દેખાતું હતું, ત્યાર બાદ 22 નવેમ્બરે આંખની હોસ્પિટલ ગયો હતો. અહીં મોતિયાંના ઓપરેશન બાદ આંખ જતી રહી.

મજૂરી કરી ભરણપોષણ કરતા હતા
શીખ ઓકીલે જણાવ્યું હતું કે હું મજૂરી કરીને મારું ઘર ચલાવતો હતો. હવે દેવું કરીને મોતીહારીથી મુઝફ્ફરપુર આવું પડે છે. મોતિયાંની ફરિયાદ પર આંખનું ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર બાદથી આંખની દૃષ્ટિ જતી રહી. ડોક્ટરે કહ્યું, હવે આંખો કાઢવી પડશે. આંખો ઠીક કરાવવા ગયો હતો, પરંતુ હવે દેવું કરીને એને કઢાવવાની સ્થિતિ આવી છે.

મુખ્ય સચિવને નોટિસ મોકલવામાં આવી
મોતિયાંની સર્જરીને કારણે રોગીઓની આંખો કાઢવાની ખબરની રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ નોંધ લીધી છે. આયોગને જાણ થઈ છે કે બેદરકારી થઈ છે આંખોના ઓપરેશનમાં.

error: Content is protected !!