61 વર્ષના વૃદ્ધે બકરાં ચરાવવા ગયેલી 10 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
મહુધા : ખુંટજ ગામમાં 61 વર્ષીય આધેડે બકરાં ચરાવવા ગયેલી 10 વર્ષની બાળાને ચોકલેટની લાલચ આપી 61 વર્ષના વૃદ્ધે બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીના પિતાએ પોતાની આંખ સામે દીકરી સાથે દુષ્કર્મ કરતા આધેડને જોયો હતો. મારી દીકરી તેમને દાદા કહેતી હતી અને તેમણે જ તેની સાથે દુષ્કર્મ આચર્યું. દીકરીએ તમામ હકીકત પિતાને જણાવતાં તેમણે મહુધા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ખુંટજ ગામે પીડિતા બાળકી પિતા સાથે ખેતરમાં હતી. ત્યારે પિતાએ તેને ખેતરની બાજુમાં આવેલા સરકારી ચરામાં બકરાં ચરાવવા મોકલી હતી. ત્યાં પાડોશી વૃદ્ધ કરીમ મલેક (રહે. ખૂટંજ) પણ ત્યાં હાજર હતો. કરીમ વર્ષોથી તેમના ગામમાં રહેતો હોવાથી તેના પર વિશ્વાસ હતો. એટલે દીકરીને બકરાં ચરાવવા મોકલીને તે પોતાનું કામ કરતા હતા. થોડો સમય વિત્યા બાદ જ્યારે તેઓ દીકરીને લેવા ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે વૃદ્ધને દીકરી સાથે દુષ્કર્મ કરતા જોયો હતો.
ત્યાર બાદ તેમણે દીકરીને આ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે કરીમ મલેકે તેને ચોકલેટ આપવાની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયા હતા અને દુષ્કર્મ આચર્યું હતું. આ હકીકત જાણ્યાં બાદ તેમણે સમગ્ર ઘટનાની જાણ મહુધા પોલીસને કરતાં પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી કરીમભાઈને દાદા કહેતી હતી. અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે જ મારી દીકરી સાથે આવું કૃત્ય કરશે? વર્ષોથી તેઓ મારા ગામમાં રહે છે, એટલે મને વિશ્વાસ હતો કે મારી દીકરી તેમની જોડે સુરક્ષિત હશે. પણ એ જ વ્યક્તિએ મારી દીકરીને પીંખી નાખી. જેના પર વિશ્વાસ મૂક્યો હતો તે માણસે જ આવું અધમ કૃત્ય આચર્યું છે, જે ખૂબ જ દર્દનાક છે.બકરાં ચરાવવા ગયેલી 10 વર્ષની બાળાને ચોકલેટની લાલચ આપી 61 વર્ષના વૃદ્ધે પોતાની હવસનો શિકાર બનાવી, ધ્રુજાવી દેતો બનાવ