શિવલિંગની ચોરી કરીને લઈ ગયા 6 ચોર, તો ભગવાને આપી એવી મોટી સજા કે

શિવલિંગની ચોરી કરીને લઈ ગયા 6 ચોર, તો ભગવાને આપી એવી મોટી સજા કે

ઉત્તરપ્રદેશ : ભગવાન શિવને શ્રાવણ મહિનો ખુબ જ પ્રિય છે. આમ તો આપણે આખુ વર્ષ ભગવાન શિવની પૂજા અર્ચના કરી છીએ. પણ શ્રાવણ મહિનો સૌથી મહત્વ માનવામાં આવે છે. દુનિયાભરમાં શિવ શંભુને માનવામાં આવે છે અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છએ. ભારતમાં શિવજીના લાખો મંદિરો બનેલા છે. જેના ઈતિહાસ પણ વર્ષો જુના છે અને રસપ્રદ છે. આવો જાણીએ આવા જ એક મંદિર વિશે… જે ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં આવેલું છે. ભગવાન શિવના આ મંદિરને વનખંડેશ્વર મહાદેવના નામથી ઓળખવામાં આવે છે.

મંદિરનો ઈતિહાસ સંબંધિત આમ તો કોઈ નક્કર જાણકારી ઉપલબ્ધ નથી. પણ માનવામાં આવે છે કે વધારે તબિયત ખરાબ થવા લાગતા ચોરોએ સામેથી જ પોલીસમાં જાણ કરી દીધી હતી. જેથી પોલીસે ઐતિહાસિક શિવલિંગને પોલીસ સ્ટેશનમાં જ સ્થાપિત કરી દીધી હતી. પણ બીજી તરફ લોકો શિવલિંગને મૂળ જગ્યા પર જ સ્થાપિત કરવા માંગતા હતા. જેથી આ ઘટના કોર્ટમાં પહોંચી હતી.

આ મંદિર સદિઓ જુનુ છે. અહિંયા આવતા લોકોનું કહેવું છે કે આ શિવલિંગ ભાગીરથના સમયની છે. તેઓનું કહેવું છે કે અહિંયા વર્ષોથી મંદિર છે. ભાગીરથ ગુફા નજીક વનખંડેશ્વર મહાદેવને સ્થાનીક લોકો પોતાના ઈષ્ટદેવ પણ માને છે. આ શિવલિંગ એટલા માટે ખાસ છે કારણ કે આ શિવલિંગમાં એક આકૃતિ બનેલી છે. આ શિવલિંગની ઉંચાઈ 5 ફુટની છે.

આ મંદિરનો ઈતિહાસ ઘણો અનોખો છે. તમને જણાવી દયે કે અહિંયા આવેલી આ શિવલિંગની નીચે ખજાનો છુપાયેલો છે તેવુ માનીને 6 ચોરોએ શિવલિંગની ચોરી કરી હતી.આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પણ બીજા જ દિવસે ચોરો સાથે ખરાબ થવા લાગ્યું હતું. જે ચોરોએ આ શિવલિંગની ચોરી કરી હતી. તે ચોરો અચાનક બિમાર પડવા લાગ્યા હતા. ત્યા સુધી કે કોઈના જીવ પણ જવાની તૈયારીમાં હતો.

લોકો પોલીસ સ્ટેશન શિવલિંગ પરત માંગવા માટે ગયા તો પોલીસે ચોખ્ખી ના પાડી દીધી હતી. આ સ્થિતિમાં લોકોએ પોતાના ઈષ્ટદેવને પુન: સ્થાપિત કરવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સાથે જ લોકોએ પ્રમાણ પણ આપ્યું કે શિવલિંગ પહેલા ગામમાં જ સ્થાપિત હતી. કોર્ટે ગામના લોકોની વાત માની લીધી અને શિવલિંગને મૂળ જગ્યા પર સ્થાપિત કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આમ આ ઘટના બાદ આ મંદિર આખા દેશમાં પ્રખ્યાત થઈ ગઈ હતી.