સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીને 6 માસનો ગર્ભ, પિતાને જાણ થતા કહ્યું- મારી નાખો મારી દીકરીને ….

સુરતમાં ધોરણ 11ની વિદ્યાર્થિનીને 6 માસનો ગર્ભ, પિતાને જાણ થતા કહ્યું- મારી નાખો મારી દીકરીને ….

સુરત:પાંડેસરામાં ધોરણ-11 કોમર્સની એક વિદ્યાર્થિનીને પેટના દુખાવા બાદ 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા આશ્ચર્યમાં પડી ગઈ છે. ઘરેથી શાળા જતા વચ્ચે પરિચયમાં આવેલા મિલ કર્મચારી સાથે પ્રેમમાં બંધાયેલી સગીરાના 6 માસના ગર્ભથી પિતાને અજાણ રાખ્યા હોવાનું પીડિત સગીરાએ જણાવ્યું છે. હાલ યુવતીને સિવિલમાં દાખલ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, સગીરા પરિવાર અને પોલીસને ગોળગાળ જવાબ આપી ગોથે ચડાવી રહી છે. દરમિયાન સગીરાના પિતાને જાણ થતા તેને બસ મારી નાખવાનું જ કહી રહ્યા હોવાનું કિશોરીની માતાએ જણાવ્યું હતું.

કિશોરી સતત ભૂલ થઈ ગઈ માફ કરી લેવા આજીજી કરી રહી છે                                                                                        પીડિત કિશોરીની માતાએ કહ્યું કે તેના પિતાને જાણ થતા એને મારી નાખવાનું જ કહી રહ્યા છે. જ્યારે દીકરી માફ કરી દેવાનું કહી રહી છે અને મારી ભૂલ થઈ ગઈ કહી રહી છે. જોકે, તે તેના પ્રેમી એવા યુવકનું નામ જણાવી રહી નથી. પીડિત કિશોરીએ 3 મહિના પહેલા યુવક સાથે છેલ્લી મુલાકાત કરી હતી ત્યારબાદ એનો કોઈ અતો પતો ન હોવાનું કહી રહી છે. ડોક્ટરો જલ્દી ગર્ભપાત કરી આપે તો ઘરે જઈએ, બે દિવસ થઈ ગયા હોસ્પિટલમાં જલ્દી કરાવી આપો ગર્ભપાત, પોલીસ પણ નિવેદન લઈ ગઈ છે.

5 મહિના પહેલાં પરિચયમાં આવેલા યુવકના પ્રેમમાં વિદ્યાર્થિની પાગલ                                                                            પીડિત સગીરાએ રડતા રડતા જણાવ્યું હતું કે મને ખબર જ નથી કે હું ગર્ભવતી ક્યારે બની ગઈ, હું ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરું છું, મને એક નાનો ભાઈ છે. પિતા મિલના કર્મચારી છે. અમે યુપીના રહેવાસી છે. 5 મહિના પહેલા હું ઘરે અને શાળા જતા વચ્ચે એક યુવકના પરિચયમાં આવી હતી. ત્યારબાદ એના પ્રેમમાં પાગલ બની હતી.

કિશોરીના સોનોગ્રાફીમાં 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું                                                                                          વધુમાં જણાવ્યું હતું કે, યુવક મિલમાં નોકરી કરે છે. જોકે ગર્ભ પ્રેમીનો છે કે નહીં એ બાબતે કિશોરીએ ચુપકીદી સેવી લીધી હતી. શુક્રવારે રાત્રે અચાનક પેટમાં દુખાવો ઉપડતા સિવિલ લવાયેલી કિશોરીના સોનોગ્રાફીમાં 6 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. ડોક્ટરોએ તાત્કાલિક એમએલસી કરાવી પોલીસ જાણ કરી આગળની સારવાર શરૂ કરી છે.

મને નથી ખબર મારાથી કેમ આવી ભૂલ થઈ ગઈઃ વિદ્યાર્થિની                                                                                          પીડિત કિશોરીએ જણાવ્યું હતું કે મારા પિતા મારા ગર્ભથી અજાણ છે. પિતા ગુસ્સાવાળા છે. હું એ યુવકને ખૂબ પ્રેમ કરું છું. મારા પિતાને ખબર પડશે તો એ એને મારશે, મને નથી ખબર મારાથી કેમ આવી ભૂલ થઈ ગઈ. જોકે હાલ પીડિત કિશોરીના નિવેદન લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પરિવારની ગર્ભપાત કરાવવાની ઈચ્છા                                                                                                                          રાગીણી વર્મા (ગાયનેકોલોજિસ્ટ, સિવિલ) એ જણાવ્યું હતું કે કિશોરીને ગર્ભ છે. પરિવાર ગર્ભપાત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યું છે. પોલીસ કોર્ટમાંથી ઓર્ડર લઈ આવે ત્યારબાદ જ અમે આગળ વધી શકીએ છે.