પતિએ હોસ્પિટલમાં જ ગળું દબાવીને પત્નીની નિર્દયતાથી હત્યા કરી મોતને ઘાટ ઉતારી, 4 દિવસના પુત્રએ ગુમાવી માતાની છત્રછાયા, ધ્રુજાવી દેતો બનાવ

પંજાબ : પંજાબનાં કપુરથલા જિલ્લાની સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં દાખલ મહિલાની તેના જ પતિએ હત્યા કરી હતી. હોસ્પિટલનાં સ્ટાફે હત્યાની આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.પતિએ હોસ્પિટલમાં જ ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી, 4 દિવસ પહેલા જ મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો

પતિ પોતાની પત્ની પર શંકા કરી રહ્યો હતો
જાણવા મળી રહ્યું છે કે પતિ પોતાની પત્ની પર શંકા કરી રહ્યો હતો. અને આ જ શંકાને કારણે તેણે પોતાની પત્નીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી છે. પોતાની જ પત્નીની નિર્દયતાથી હત્યા કરતા પતિ જરા પણ અચકાયો નહતો. જ્યારે પોતાના જ હાથે ગળું દબાવીને તેની પત્નીનું મોત થયું છે તે બાબતે તેને વિશ્વાસ ન થતાં તેણે પત્નીનું મોંઢું ઓશીકા વડે દબાવી દીધું હતુ, જેથી તે ગુગળાઈને મૃત્યુ પામે.

4 દિવસ પહેલા જ મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો
મહિલાઓ ચાર દિવસ પહેલા જ પુત્રને જન્મ આપ્યો હતો. મહિલાની હત્યાની ઘટના બાબતે હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા જ દંપતિના પ્રેમ લગ્ન થયા હતા. બંને પહેલેથી જ એક પુત્રમા માતા-પિતા પણ છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

error: Content is protected !!